<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

"અમારેય ચુંટણી લડવી છે, ટીકીટ આપો" મોરબી સિરામિક એસોના. હોદેદારો પણ લાઈનમાં.

કાયમ ભાજપની વિચારધારાને અને ભાજપના પરિવારના સભ્યો જેવા અગ્રણીઓને પાર્ટી ટીકીટ આપશે કે નહીં? એ તો આવતો સમય જ બતાવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ મનોજ એરવાડીયાએ મહાનગર પાલિકાના વોર્ડ ૭ માંથી, સિરામિકના પૂર્વ પ્રમુખ હરેશ બોપલીયા વોર્ડ ૩, મુકેશ કુંડારિયા અને તેના પત્ની ભગવતીબેનએ વોર્ડ ૯ માંથી અને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયાના ભત્રીજા મિલન કુંડારિયાએ વોર્ડ ૯ પણ ટિકિટ માગી હોવાની સત્તાવાર માહિતી જીલ્લા પ્રમુખ પાસેથી મળી છે
હવે જોવાનું રહ્યું કે  પ્રદેશ ભાજપ દ્વારા મહાનગર પાલિકાની બેઠકો માટે સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા બાદ કાયમ ભાજપની વિચારધાને વરેલા અને ભાજપ પરિવારના આ અગ્રણીઓ એવા સિરામિક એસોસીએશનના હોદેદારોને ટીકીટ મળશે પછી પાર્ટી ઠેંગો બતાવશે?

(7:32 PM IST)