News of Monday, 6th April 2026
જામનગરના મસીતીયા ગામેથી તમંચા સાથે એક આરોપીને ઝડપી લેતી એલસીબી પોલીસ
મસીતીયા ગામમા દરગાહ પાસેથી લાયસન્સ પર્વના વગરના તમંચા સાથે બસીરભાઈ ઉર્ફે બસલાને ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ,નિર્લિપ્ત રાય (IPS) નાઓ ધ્વારા હથિયારધારા, પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લમા અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ તપાસ રાખી, ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા તથા દારૂ જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ સી.બી. ના પો.સ.ઇ. શ્રી એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસોએ પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેશો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધમેન્દ્રસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયાને મળેલ સંયુકત હકિકત આધારે આરોપી બસીરભાઇ ઉર્ફે બસલો સ/ઓ સીદીકભાઇ જુસબભાઇ મેકાણી( રહે. મસીતીયાગામ, કમરૂદીન નગર, દરગાહની બાજુમા તા.જી.જામનગર વાળા)ને મસીતીયા ગામે દરગાહ પાસે થી લાયસન્સ પરવાના વગરનો તમંચો-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. મયુદીનભાઇ સૈયદએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. અરજણભાઇ કોડીયાતરએ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હથિયાર સપ્લાય કરનાર મનોજ રહે-દતીયા જીલ્લા મધ્યપ્રદેશ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અરજણભાઇ કોડીયાતર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, ભયપાલિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
