તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
કલ્યાણપુરના ગઢકા ગામે વ્યાજે રૂપિયા આપી , બળજબરીથી નોટરી કરાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુન્હામાં આરોપીઓના જામીન મંજુર
પોલિસની રીમાન્ડ અરજી નામંજુર થતા આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટે જામીન અરજી દાખલ કરાઈ હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના રહીશ દેવજીભાઈ બાબુભાઈ કછેટીયા દ્વારા વિજયસિંહ જાડેજા વિગેરે પાસેથી રૂા.૨,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલા, જે ૨૭મની સામે રૂા.૨૬,૭૮,૦૦૦/- જેવી રકમ ચુકવેલ હોવા છતાં વધુ રૂા.૨૭,૩૦,૦૦૦/- ની માંગણી કરતા હોવા અંગેની ફરિયાદ કરેલ. તેમજ સદર રકમ સામે પોતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી, ભળજબરી પુર્વક નોટરાઈઝ લખાણ કરાવેલ અને પોતાની પાસે ચેક પડાવી લીધા બાબતની ફરિયાદ કલ્યાણપુર પોલિસ સ્ટેશનમાં નોંધાવેલ. જે અન્વયે બી.એન.એસ. કલમ ૩૦૮(૫), ૫૪, ૩૫૧(૩) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ-૪૨(એ), ૪૨(ડી), ૪૨(ઈ), ૪૦ મુજબની ફરિયાદ નોંધાતા કલ્યાણપુર પોલિસ દ્વારા આરોપીઓને અટક કરીને નામદાર કોર્ટમાં દિવસ-૩ ના રીમાન્ડ માંગેલ, જે રીમાન્ડ અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ.
પોલિસની રીમાન્ડ અરજી નામંજુર થતા આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટે જામીન અરજી દાખલ કરવામાં આવેલ, જે જામીન અરજી અન્વયે આરોપીઓના વકીલની દલીલો તેમજ રજુ રાખેલ નામ. હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કલ્યાણપુરના મહે. શ્રી એ. પી. કડીવાર સાહેબ દ્વારા ન્યાયના વિશાળ હિતમાં આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આરોપીઓ તરફે વકીલ તરીકે કલ્યાણપુરના વકીલ એસ. એન. ગોસ્વામી તથા મહેન્દ્ર બી.ભોગાયતા તથા વિમલ એ. ચૌહાણ રોકાયેલ હતા.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
