News of Tuesday, 7th April 2026
ધોરાજીમાં કોળી યુવાનની હત્યા બાદ પોલીસ બેડામાં ઘેરા પડઘા
તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઈની જસદણ બદલી.... જેતપુર ઉદ્યોગ નગરના પીઆઇ ડો. એમ.એમ.ઠાકોર ની ધોરાજી તાલુકામાં બદલીઃ ધોરાજી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ગરચરની દેવભૂમિ દ્વારકા બદલી : ઉપલેટાના પી.આઈ બી.આર.પટેલને નિમણૂક

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૭: ધોરાજીમાં કોળી યુવાનની હત્યા બાદ પોલીસ બેડામાં ઘેરા પડઘા પડયા છે. જેમાં તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઈની જસદણ બદલી.... જેતપુર ઉદ્યોગ નગરના પીઆઇ ડો. એમ.એમ.ઠાકોર ની ધોરાજી તાલુકામાં બદલી કરવામાં આવી છે જ્યારે ધોરાજી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ગરચરની દેવભૂમિ દ્વારકા બદલી થતા તેમની ખાલી જગ્યાએ ઉપલેટા ના પી.આઈ બી.આર.પટેલને નિમણૂક કરાઈ.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ જિલ્લામાં નવા આવેલા પીઆઈ પીએસઆઇ તેમજ જિલ્લામાં આંતરિક પીઆઇ અને પીએસઆઇની બદલીના હુકમો કર્યા છે જેમાં સુરેન્દ્રનગર ખાતેથી આવેલા એચ.જી.ગોહિલ ભાડલા ખાતે નિમણૂક કરવામાં આવી છે જ્યારે પોરબંદર થી આવેલા એમ.એલ.આહીર જેતપુર તાલુકા માં મૂકવામાં આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય માંથી આવેલ જે.આર.ઝાલા ને ગોંડલ સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે નિમણૂક કરવામાં આવી છે તેમજ જુનાગઢ પીટીસી ખાતેથી આવેલા એમ.જે.પરમાર મેટોડા GIDC ખાતે નિમણૂક કરવામાં આવી છે તેમજ ઇન્ટેલિજન્સ ખાતેથી આવેલા એન.એ.શુક્લા રાજકોટ એલ.આઈ.બી. માં મુકવામાં આવેલા છે તેમજ પીટીસી જુનાગઢ થી આવેલા એચ.એમ.ધાંધલ ઉપલેટા મૂકવામાં આવ્યા છે તેમજ સુરત શહેરમાંથી આવેલા વાય.એમ.ગોહિલ ને પાટણવાવ મૂકવામાં આવેલા છે તેમજ પોરબંદર થી આવેલા પી.ડી.જાદવને જામકંડોરણા ખાતે મૂકવામાં આવ્યા છે.
તેમજ-પો.ઈન્સ. વિંછીયા પો.સ્ટે. ને પો.ઈન્સ. ભાડલા પો.સ્ટે. ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે., પો.ઈન્સ. જેતપુર સીટી પો.સ્ટે. ને પો.ઈન્સ. જેતપુર તાલુકા પો.સ્ટે. ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે, પો.ઈન્સ. ગોંડલ સીટી બી ડીવી. પો.સ્ટે. ને પો.ઈન્સ. ગોંડલ સીટી એ ડીવી. પો.સ્ટે. ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે, જી.જે.ઝાલા પો.સ.ઈ એલ.આઈ.બી. ને પો.ઈન્સ. એલ.આઈ.બી. ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે., પો.ઈન્સ. જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ને પો.ઈન્સ. જામકંડોરણા પો.સ્ટે. ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે.
જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે,જણાવેલ બિન હથિયારી પોલીસ ઈન્સપેક્ટરોની તેઓના નામ સામે કો.નં. (૪) માં જણાવેલ સ્થળે તાત્કાલિક અસરથી જાહેરહીતમાં બદલી કરવામાં આવે છે.
ધોરાજી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઈ ને જસદણ પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડો એમ એમ ઠાકોરને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે જ્યારે ધોરાજીના સીટી પી.આઈ ગરચરની બદલી થતાં તેમની ખાલી જગ્યાએ ઉપલેટા સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.આર.પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે મેટોડા જીઆઇડીસી માંથી એસ.એચ.શર્મા ની જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે નિમણૂક કરવામાં આવી છે
જ્યારે લોધિકા ખાતેથી યુ આર ડામોરને કોટડા સાંગાણી પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ પાટણવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ જી ચૌહાણને પડધરી ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ કોટડા સાંગાણીના આર.એમ રાઠોડને આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ પડધરી પોલીસ સ્ટેશનના એસ એન પરમારને લોધીકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.જાડેજા ને ભાયાવદર ખાતે બદલી કરવામાં આવી છે અને પોલીસ ઇન્સ્પેક્ટરનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
જ્યારે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એલ.ડી.મેતા વિંછીયા પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે તેમજ વીંછીયા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ કે.બી.ગઢવી જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે તેમજ જેતપુર સીટીના પી.એસ.આઇ જે.પી.મલ્હોત્રા ધોરાજી સીટી પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે તેમજ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.બી. બલદાણીયા જેતપુર સીટી પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે તેમજ ભડલી આઉટ પોસ્ટના પીએસઆઇ સુ.શ્રી એન.પી.ગોહિલ સરપદડ OP પડધરી પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે તેમજ સરદળ પડધરીના પી.એસ.આઇ વી.કે.સુરાણી ગોંડલ સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે તેમજ ગોંડલ સીટી એ ડિવિઝનના પીએસઆઇ સુ.શ્રી એસ.આર.પંડ્યા શાપર (વે.) પો.સ્ટે. પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે તેમજ મોટા દળવા આટકોટના પી.એસ.આઇ એ.બી.કાકડીયા ને ધોરાજી સીટી પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે જેતપુર સિટીમાં લીવ રિઝર્વમાં રહેલા બી.ડી.મારૂને જેતપુર સીટી પો.સ્ટે.માં બદલી કરવામાં આવી છે.
આ રીતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એ નવા આવેલા પીઆઈ પી એસ આઈ ની તેમજ રાજકોટ જિલ્લામાં આંતરિક બદલીઓ પણ કરી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
