News of Tuesday, 7th April 2026
જૂનાગઢના વડાલ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવાનનું મૃત્યુ
મરનાર ગીર વાડલાનો યુવક મોત લગ્ન પ્રસંગે આવ્યો હતો અને અક્સ્માત નડ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: જૂનાગઢ નજીક વડાલ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું. મરનાર તાલાલાના વાડલાનો યુવક લગ્ન પ્રસંગે આવ્યો હતો અને અકસ્માત નડતા ગમગીની પ્રસરી ગઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર વાડલા ગામના ૨૬ વર્ષીય યારુદ્દીનભાઈ નાથાભાઈ ભાલીયા નામનો યુવક તેની પત્ની સાથે રવિવારે જીજે ૧૧ જેજે ૪૪૧૯ નંબરનું બાઈક લઈને લગ્ન પ્રસંગે જૂનાગઢ આવ્યો હતો. યુવાન સાંજે ૭:૩૦ વાગ્યે જૂનાગઢ તાલુકાના વડાલ ગામ પાસે આવેલ સર્વિસ રોડ પરથી બાઇક હંકારીને જઇ રહ્યો હતો. તે વખતે બાઈક ડિવાઈડર સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતથી યારુદ્દીનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ ફરજ પરના તબીબે યુવકને મળત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ઘટના અંગે તાલુકા પોલીસે મળતકના પિતા નાથાભાઈ ચાંદ ભાઈનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
