<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અશ્વિનભાઇ રામભાઇ ભારાઇએ રાત્રે ટ્રાફિક કિલયર કરાવ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.૭, ભવનાથ તળેટી જતા(ઇલેકટ્રીક પોલ અજાણ્‍યા ટ્રક સાથે અથડાતા ડીવાઇડર ઉપર પોલ પડતા ટ્રક ચાલક કરાર થઇ ગયો હતો.

રવિવારના દિવસે બનેલ આ ઘટનામાં રવિવાર હોવાથી જુનાગઢના લોકો મોટી સંખ્‍યામાં આનંદ માણવા આવેલ હોય જેથી ટ્રાફિક સમસ્‍યા સર્જાયેલ ત્‍યારે આ જાગૃત કોપોરેટરએ દબાણ શાખાને તાત્‍કાલીક જાણ કરતા પોલને રસ્‍તા પરથી ખસેડી દૂર  કરવામાં આવેલ અને વાહન વ્‍યવહાર શરૂ કરાયો હતો. આમ અશ્વિનભાઇ ભારાઇની જાગૃતતાને લઇ લોકોમાં સરાહના કરવામાં આવી રહી છે. 

(1:21 PM IST)