<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મોરબીના વોર્ડ નં. 3 બાદ વોર્ડ નં 8 માં પણ ભાજપ દ્વારા આયાતી ઉમેદવારને ટીકીટ આપવાની હલચલ સામે વિરોધ વંટોળ

ચિત્રકૂટ અને સારસ્વત સહિતની સોસાયટીના રહીશોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો, બહારના ઉમેદવાર સામે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના કન્યા છાત્રાલય રોડ પર વોર્ડ નં.8માં આવેલી ચિત્રકૂટ, સારસ્વત સહિતની સોસાયટીઓના રહીશોમાં આગામી ચૂંટણી માટે આયાતી ઉમેદવારના નામની ચર્ચાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારના લોકોએ એકઠા થઈને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અને કોઈ પણ પ્રકારની સભા યોજવા દેવામાં આવશે નહીં.

(12:22 AM IST)