News of Wednesday, 8th April 2026
મોરબી રેલવે ટ્રેક પરથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો, વાલી-વારસની શોધખોળ.
મૃતક આધેડે શરીર પર કાળા કલરનો જીન્સનો આખી બાયનો શર્ટ અને ભૂખરા કલરનું પેન્ટ પહેરેલું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું છે.
મૃતક આધેડે શરીર પર કાળા કલરનો જીન્સનો આખી બાયનો શર્ટ અને ભૂખરા કલરનું પેન્ટ પહેરેલું છે. તેમજ તેમના હાથ ઉપર અંગ્રેજીમાં દિલની નિશાનીની અંદર 'RB' અક્ષરો ત્રોફાવેલા છે. હાલ આ મામલે મોરબી રેલવે ASI અશ્વિનભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે. જો કોઈને આ વ્યક્તિ વિશે માહિતી મળે, તો મોબાઈલ નંબર 99098 14740 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
