<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ગોંડલ પાલિકામાં ૧૧ વોર્ડમાં ૮૭ મતદાન મથકો નક્કી કરાયા

૮૧,૪૭૧ મતદારો નોંઢધાયાઃજેમાં ૪૨,૨૩૫ પુરુષ મતદારો, ૩૯,૨૩૦ મહિલા મતદારો અને ૦૬ અન્‍ય મતદારોનો સમાવેશ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ. તા.૮: ગોંડલ માં નગરપાલિકા ની ચુંટણી આગામી તા.૨૬ નાં યોજાનાર છે.ત્‍યારે તંત્ર દ્વારા તમામ ૧૧ વોર્ડ નાં મતદારો ની યાદી જાહેર કરી છે.

જેમાં વોર્ડ નંબર -૧ માં ૧૧ મતદાન મથકો ઉપર ૪,૮૩૭ પુરુષ અને ૪,૪૯૭ મહિલા મળીને કુલ ૯,૩૩૩ મતદારો નોંધાયા છે.

વોર્ડ નંબર -૨માં ૦૭ મતદાન મથકો ઉપર ૩,૪૨૬ પુરુષ અને ૩,૨૨૬ મહિલા મળીને કુલ ૭,૬૫૨ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર -૩માં ૧૦ મતદાન મથકો ઉપર ૪,૬૬૮ પુરુષ અને ૪,૨૩૩ મહિલા મળીને કુલ ૮,૯૦૧ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર -૪માં ૦૮ મતદાન મથકો ઉપર ૩,૯૭૮ પુરુષ, ૩,૭૯૨ મહિલા અને ૦૬ અન્‍ય મળીને ૭,૭૭૭ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર -૫માં ૦૭ મતદાન મથકો ઉપર ૩,૧૩૯ પુરુષ, ૨,૮૮૬ મહિલા મળીને ૬,૦૨૫ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર -૬માં ૦૬ મતદાન મથકો ઉપર ૩,૧૩૯ પુરુષ, ૨,૯૬૬ મહિલા મળીને કુલ ૬,૧૦૫ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર -૭માં ૦૬ મતદાન મથકો ઉપર ૩,૫૬૯ પુરુષ, ૩,૩૫૬ મહિલા મળીને ૬,૯૨૫ કુલ મતદારો નોંધાયા છે.

વોર્ડ નંબર -૮માં ૦૮ મતદાન મથકો ઉપર ૪,૦૯૪ પુરુષ, ૩,૮૬૦ મહિલા મળીને ૭,૯૫૪ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર -૯માં ૦૫ મતદાન મથકો ઉપર ૨,૭૨૧ પુરુષ, ૨,૫૪૦ મહિલા મળીને ૫,૨૬૧ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૧૦ માં ૦૯ મતદાન મથકો ઉપર ૪,૪૬૩ પુરુષ, ૪,૧૩૦ મહિલા મળીને ૮,૫૯૩ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૧૧ માં ૦૯ મતદાન મથકો ઉપર ૪,૨૦૨ પુરુષ, ૩,૭૪૪ મહિલા મળીને ૭,૯૪૬ કુલ મતદારો નોંધાયા છે.

 મતદારોમાં પાટીદાર સમાજ નાં  મત મોટા પ્રમાણમાં છે. બાદમાં કોળી,  ક્ષત્રિય સમાજ,બ્રહ્મ સમાજ તેમજ ઓબીસી વર્ગનો સમાવેશ થાય છે.

(10:48 AM IST)