News of Wednesday, 8th April 2026
પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપમાંથી ૪પ૦ થી પ૦૦ ઉમેદવારો દ્વારા દાવેદારી
જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ૩પ૦થી વધુ ઉમેદવારોએ ભાજપ માટે દાવેદારી નોંધાવીઃ વિપક્ષ દ્વારા લડાયક ઉમેદવારોને મેદાને ઉતારવાના પ્રયત્નો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપમાંથી ૪પ૦ થી પ૦૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લા પંચાયત ચૂંટણી માટે ૩પ૦થી વધુ ભાજપના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. વિપક્ષોમાંથી કોંગ્રેસ, આપ, બસપા દ્વારા લડાયક ઉમેદવારોને ઉતારવા પ્રયત્નો કરી રહેલ છે સારા ઉમેદવારોની શોધખોળ ચાલી રહી છે. અપક્ષ ઉમેદવારો માટે કશી વિગતો બહાર આવી નથી.
ભાજપમાંથી પ૦૦ જેટલા ઉમેદવારોની દાવેદારી સામે પર ઉમેદવારોને ટીકીટ અપાશે તેવુ બહાર આવ્યું છે.
જિલ્લા પંચાયતમાં ૧૮ બેઠકો માટે ભાજપ દ્વારા ચોકકસ ઉમેદવારોને ફોન કરવાના શરૂ થયા છે કે તૈયારીમાં રહેજો અને તમારે ફોર્મ ભરવાના છે. આવા ફોન ગઇકાલ રાત્રીથી શરૂ થયાનું કહેવાય છે.
વોર્ડ નં. ૯ ચૂંટણી માટે દર વર્ષે હોટ ફેવરીટ ગણાય છે. જયારે આ વોર્ડ હાઇપ્રોફાઇલ થવા રહયો છે વોર્ડ નં. ૯ માં પાલિકાના પૂર્વ પ્રમુખ, જ્ઞાતિના પ્રમુખો, પૂર્વ શહેર પ્રમુખ, મહાજન આગેવાનો સહિત એવા ૪૦ થી ૪પ ની ટીકીટની માંગણી થઇ છે. આજ રોજ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડ સમિતિની ભાજપ દ્વારા મીટીંગ યોજનાર છે સાંજ સુધીમાં જિલ્લાના ઉમેદવારોના નામ નકકી થઇ જાય તેવી શકયતા છે. ત્યારે કેટલાકને અસંતોષ અને કેટલાક રાજીપો થશે. આવતી કાલે કોને ટીકીટ મળશે! અને કોના ફટાકડા ફુટશે ? તેની ઉપર સૌની નજર મંડાઇ છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
