<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ટંકારા પાસે ટ્રકમાંથી પ૬ લાખનો દારૂ પકડાયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૮ :.. ટંકારા પોલીસે નેકનામ-પડધરી રોડ ઉપર પ૬.૯૪ લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો.

નિર્લિપ્ત રાય પોલીસ મહાનિરીક્ષક એ આગામી જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી અનુસંધાને રાજકોટ રેન્‍જમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ નેસ્‍તનાબુક કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે મુકેશ પટેલ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા તથા એસ. એચ. સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર, વાંકાનેરના માર્ગદર્શન હેઠળ જે. ડી. ઝાલા પોલીસ ઇ. જે. કે. રાણા પો. સ. ઇ. તથા એસ. એન. સગારકા પો. સ. ઇ. ટંકારા પોલીસ સ્‍ટેશન ટંકારા પોલીસના સ્‍ટાફના માણસો સાથે પ્રોહી ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સ્‍ટાફના માણસોને મળેલ હકિકત આધારે, નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી નાની-મોટી ઇંગ્‍લીશ દારૂની બોટલો નં. ૧૪૩પર કિ. રૂા. પ૬,૯૪,૦૦૦ તથા ટ્રક મળી કુલ કિ. રૂા. પ૯,૯૪,૦૦૦ નો મુદામાલ પકડી ટંકારા પોલીસ સ્‍ટેશન ખાતે દાખલ કરે એલપીટી ૪૦૭ બંધ બોડી ટ્રક નં. જીજે-૧૪-ઝેડ-૬૮પ૭ નો ચાલક તથા નવઘણ મોહનભાઇ બાંભવા રહે. મોરબી શનાળા બાયપાસ તુલસીપાર્ક સામે ગુન્‍હો દાખલ કરી કર્યો હતો.

આ કાર્યવાહી જે. ડી. ઝાલા, પોલીસ ઇ. પીએસઆઇ જે. કે. રાણા, પીએસઆઇ એસ. એન. સગારકા તથા ટંકારા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. 

(12:20 PM IST)