<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ : બસપાના કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમા જોડાયા

પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગર  મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે.

બસપામાંથી કોર્પોરેટર બનેલા ફુરકાન શેખે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

વોર્ડ નંબર 6માંથી ફુરકાન શેખ બસપામાંથી ચૂંટાઈ આવ્યા હતા.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:57 PM IST)