<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ચોટીલાના નવા સુરજદેવળ મંદિરે સોૈરાષ્‍ટ્રના કાઠી સમાજના યુવાનો સાડા ત્રણ દિવસ ઉપવાસ પર્વ ઉજવશે

સુરજદેવળ મંદિર ઉપર આક્રમણ અને કાઠી ક્ષત્રિય પરિવારની વિરગાથા સાથે લોકડાયરો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૯:  ચોટીલા તાલુકાના નવા સુરજ દેવળ મંદિરે આગામી તા.૧૮/૪/૨૬  થી ૨૧/૪/ સુધી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વે ની ૭૦૦ વર્ષ  જુની પરંપરા ઉજવાશે. જેમા તા. ઓ૧૮/૪/૨૬ થી કથા પ્રારંભ અને પોથીયાત્રા સવારે ૯.૦૦ કલાકે યોજાશે. કથાનો સમય સવારે ૯.૦૦,થી ૧૨.૦૦ સુધી તેમજ સાંજના  ૩.૦૦ થી ૬.૦૦ રહેશે. કથા વિરામ તથા ભગવાન સૂર્યનારાયણ  યજ્ઞ તા. ૨૧/૪/૨૬  ના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાશે.અને બીડા હોમ બપોરે ૧૨.૦૦ કલાકે યોજાશે.ને કચ્‍છ કાઠીયાવાડ ને પંચાળ ના કાઠીક્ષત્રીય સમાજ ના નવયુવાનો, ને અગ્રણીઓ ઉપવાસ પર્વ  મા જોડાશે.તા.૧૯/૪/૨૬ ના રોજ રાત્રી ના ૯.૦૦કલાકે ભવ્‍ય લોક ડાયરો યોજાશે જેમા કિર્તિદાન  ગઢવી, હરેશદાન ગઢવી, રણજીતભાઈ  વાંક, ઉદય ધાધલ, જીતુદાન ગઢવી, જયદિપભાઈ  ગઢવી,બીરજુ બારોટ,ગોવિંદભાઈ ગઢવી ભજન ને લોકસાહિત્‍ય  ની રમઝટ બોલાવશે.તદ ઉપરાંત નવા સુરજ દેવળ ખાતે મંદિરનું ભૂમિદાન આપનાર ચોટીલા દરબારશ્રી રાણીંગબાપુ સોમલાબાપુ ખાચર (તાલુકદાર)ની પ્રતિમા ની સ્‍થાપના  દરબારશ્રી વિકુભાઈ દાદભાઈ  ખાચર દ્વારા કરવામા આવશે.

સુરજદેવળ ના આ સાડા ત્રણ દિવસ ના ઉપવાસ  પર્વ એ કાઠી ક્ષત્રીય સમાજના શૈર્ય અને બલિદાનની સાતસો વર્ષ  જુની પરંપરા ના ભવ્‍ય ઈતીહાસને ઉજાગર કરતુ પર્વ છે.

ઈ.સ.૧૬૯૦-૯૧  ની સાલ મા દિલ્‍હી ના મુગલ સલ્‍તનતના બાદશાહ ઔરંગઝેબના સેનાપતિ સુજાતખાને સુરજ દેવળ મંદિર પર હુમલો કર્યો હતો. કાઠી ક્ષત્રીય સમાજ ના ઈષ્ટદેવ એવા સૂરજ દેવળ ને બચાવવા કાઠી વીર યોધ્‍ધાઓ એ સાડા ત્રણ દિવસ સુધી બહાદુરી થી સામનો કર્યો હતો.ને અસંખ્‍ય કાઠી વિર યોધ્‍ધાઓ એ બલિદાન આપ્‍યા હતા. ને સુરજદેવળ મંદિરની રક્ષા કરી હતી.વૈશાખ સુદ એકમ થી ચોથ સુધી આ ઉપવાસ ફક્‍ત જલપાન કરી કરવામા આવે છે.ને આ રીતે કાઠીત્રિયો ના શૈર્ય  અને બલિદાનની કથાને  જીવંત રાખવામા આવી છે.

ઔરંગઝેબ ના સાશનકાળ દરમ્‍યાન સનાતન ધર્મં ને નેસ્‍તનાબૂદ કરવાના ભરપુર પ્રયાસો થયા હતા જેમા સનાતન ધર્મ ના મંદિરો નો નાશ કરવાનો તેનો મુખ્‍ય ઉદ્દેશ નહતો ને તેના ભાગ રુપેજ સૂરજદેવળ પર મુઘલ લશ્‍કરી સેનાપતિ સુજાતખાન દ્વારા આક્રમણ થયુ હતુ. ને વીર કાઠી ક્ષત્રીયો એ વિરતા પૂર્વક સીમનો કર્યો હતો.સાપ્રત સમય ની પેઢીઓ એ આ ઘટના ભૂલવી ન જોઈએ એ માટે સર્વ સાથે મળી નવા સુરજદેવળ ખાતે ઉપવાસમાં જોડાઈએ કાઠી યોદ્ધાઓને જૂની પરંપરાગત ઇતિહાસ ને ઉજાગર કરવો જોઈએ. 

(11:34 AM IST)