તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 9th April 2026
અમદાવાદથી વાયા મહેસાણા રાપર-કચ્છ વચ્ચે એસટીની નવી બસ સેવા શરૂ
રાપર થી અમદાવાદ જવા તથા અમદાવાદ થી રાપર આવવા માટે એક વધુ સુવિધા ઉપલબ્ધ થઇ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯: અમદાવાદ ડીવીઝન દ્વારા અમદાવાદ ગીતા મંદિર થી સાંજ ના ચાર વાગે અમદાવાદ રાપર વાયા મહેસાણા ચાણસ્મા રાધનપુર આડેસર બસ ની શરુઆત કરવા મા આવી છે જે રાત્રે અગિયાર વાગ્યે રાપર પહોંચી બીજા દિવસે સવારે નવ વાગ્યે રાપર અમદાવાદ વાયા આડેસર રાધનપુર ચાણસ્મા મહેસાણા રુટ પર જઈ બપોરે દોઢ વાગ્યે અમદાવાદ પહોંચશે અમદાવાદ ડીવીઝન ની બસ શરૂ કરવામાં આવતા રાપર થી અમદાવાદ જવા તથા અમદાવાદ થી રાપર આવવા માટે એક વધુ સુવિધા ઉપલબ્ધ થઇ છે આ સેવા નો લાભ લેવા ડેપો મેનેજર એ અનુરોધ કર્યો છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
