<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ટંકારા તાલુકામાં કોંગ્રેસે કંકુના કર્યા પાંચ ઉમેદવારોએ નામાંકન ભર્યા

નગરપાલિકામાં એક તાલુકા પંચાયત ખાતે ત્રણ અને મામલતદાર કચેરી એક ઉમેદવારી નોંધાવી રણમેદાનમાં ઝંપલાવ્‍યું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૦: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની આગામી ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયાના ચોથા દિવસે ટંકારા તાલુકામાં કોંગ્રેસ પક્ષે જનતાની અદાલતમાં જવા માટે પહેલ કરી દીધી છે. ગુરુવારે તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી માટે કુલ પાંચ કોંગ્રેસી ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરીને જમા કરાવ્‍યા હતા. જ્‍યારે નગર પાલિકાની પ્રથમ ચૂંટણીમાં (ગ્રામ પંચાયતને પાલિકાનો દરજ્જો મળ્‍યા બાદ) છ વોર્ડમાં ચોવીસ સભ્‍યોની ચૂંટણી માટે એક મહિલા ઉમેદવારે પોતાનું નામાંકન ફોર્મ રજૂ કર્યું હતું. આમ, નામાંકન ભરવાની પ્રક્રિયા તા.૬ એપ્રિલથી શરૂ થયા બાદ ચોથા દિવસે ટંકારા તાલુકામાં કોંગ્રેસ પક્ષના આ પાંચેય ઉમેદવારો સૌપ્રથમ દાવેદારી નોંધાવનારા બન્‍યા છે. આગામી તા. ૨૬ એપ્રિલે તાલુકામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ યોજાવાની છે એ પહેલા ટંકારા તાલુકામાં રાજકિય માહોલ અનેરો છવાયો છે. 

(10:51 AM IST)