News of Friday, 10th April 2026
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ર ભઠ્ઠીઓ ઝડપાઇઃ ૬૦૦ લીટર આથો જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ર ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડીને બન્ને સ્થળોએ કુલ ૬૦૦ લીટર આથો ઝડપી લીધો હતો.
રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈને બાતમી આધારે બરડા ડુંગર ફુલજરનેશથી પુર્વ આશરે ડોઢ કિ.મી. દુર ડુંગરની ટેકરી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ભીખા માંડાભાઇ મોરી તથા કાના જેસાભાઇ મોરી રહે. બંન્ને ફુલઝરનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ.
વિજફાડીયાનેશ થી પુર્વે આશરે ૧ કિ.મી. દુર પીરીયા ધુના જરમાં હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા દેવા અમરાભાઇ કટારા રહે,વિજફાડીયાનેશ તા.રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને આ બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા રજી. કરાવેલ છે
આ દારૂ દરોડા દરમ્યાન ભીખા માંડાભાઇ મોરી તથા અને કાના જેસાભાઇ મોરી રહે. બંન્ને ફુલઝરનેશ વાળાની દેશી દારૂ બનાવવાનો ભઠ્ઠીમાંથી આથો લી ૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૭૪૦૦/- નો મુદામાલ મળી આવેલ તેમજ દેવા અમરાભાઇ કટારા રહે.વિજફાડીયાનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૨૮૦૦/- નો મુદામાલ મળી આવેલ છે.
આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી.ડાંગર તથા પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કળણાલસિંહ પ્રવિણસિંહ તથા ફોરેસ્ટ બીટ ગાર્ડ ડી.બી.ઓડેદરા દ્રારા કરવામાં આવેલ હતી.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
