News of Friday, 10th April 2026
જામનગરના દરેડમાં બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે જીએસટીનું એકાઉન્ટ ચાલુ કરાવવા બાબત ૬૦ લાખની છેતરપિંર્ડીં
પોતાના જ એક મિત્ર અને જામનગરના એક વકીલ સહિત બે સામે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯,: જામનગર નજીક દરેડ માં બ્રાસપાટ નું કારખાનું ધરાવતા એક કારખાને દારે પોતાનું જીએસટી એકાઉન્ટ ચાલુ કરાવી આપવાના બહાને પોતાની સાથે ૬૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા અંગે પોતાના મિત્ર અને જામનગરમાં એક વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. પંચકોસી બી. ડિવિઝન પોલીસ આ મામલે તપાસ ચલાવે છે.
મૂળ લાલપુર તાલુકાના પીપટોડા ગામના વતની અને હાલ જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર ૧૧ માં રહેતા અને દરેડ વિસ્તારમાં કલ્પ એન્ટરપ્રાઇઝ નામનું બ્રાસપાટ નું કારખાનું ધરાવતા ભાવેશભાઈ અમળતલાલ તરાવીયા નામના ૩૭ વર્ષના કારખાનેદાર યુવાને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે જીએસટી એકાઉન્ટ ચાલુ કરાવવા ના બહાને રૂપિયા ૬૦ લાખની છેતરપિંડી કરવા અંગે પોતાના જ પરિચિત એવા જગદીશભાઈ રમેશભાઈ રામોલિયા અને જામનગરના વકીલ પ્રકાશભાઈ ધીરૂભાઈ દોંગા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીનું જીએસટી નું એકાઉન્ટ કે જે બંધ થઈ ગયું હતું, જેને ખોલાવવા માટે ભાવેશભાઈએ પોતાના મિત્ર જગદીશભાઈ રામોલિયા નો સંપર્ક કર્યો હતો અને તેના માધ્યમથી જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા એડવોકેટ પ્રકાશભાઈ ધીરૂભાઈ દોંગા સાથે સંપર્ક થયો હતો, અને ફ્રીજ થયેલું એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા માટે ૬૦ લાખ રૂપિયા અલગ અલગ માધ્યમથી વકીલને આપ્યા હતા. જે રકમ ખાતામાં જમા કરાવી ન હતી, અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. જેના કારણે કારખાનેદારનું ફરીથી જીએસટી એકાઉન્ટ સીલ થઈ ગયું હતું.
જેથી આખરે મામલો સામે આવ્યો હતો અને પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસી ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને તેઓની ટીમ વગેરે સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
