<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

જેને માતાનો ખોળો અને બાપનો ખભ્‍ભો મળે તે ભાગ્‍યશાળી છેઃ પૂ.મોરારીબાપુ

ઉત્તરાખંડમાં ‘‘માનસ વિષ્‍ણુપ્રયાગ'' શ્રી રામકથાનો આજે સાતમો દિવસ

રાજકોટ તા. ૧૦ :.. ઉત્તરા ખંડની અંગમી ભૂમિ વિષ્‍ણુપ્રયાગના ગોવિંદ ઘાટના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી માનસ વિષ્‍ણુપ્રયાગ રામકથાના છઠ્ઠા દિવસે કથાને પ્રેમસંવાદ આગળ વધારતા બાપુએ કહ્યું હતું કે, વિષ્‍ણુપ્રયાગની ધરતી પર આપણે વિષ્‍ણુ દર્શન કરી રહ્યા છીએ ત્‍યારે, વિષ્‍ણુના પાંચ કર્મ છે, એ વૈષ્‍ણવને પણ લાગુ પડે છે. આ વૈષ્‍ણવી કર્મ છે. (૧) નિત્‍યકર્મ એટલે કે જાગવું. ઘણા લોકો કહે કે બ્રહ્મમુહૂર્તમાં જાગવું જોઇએ. ઓશોનું એક દર્શન ખૂબ સરસ છે, ઓશો કહે છે કે, સાધુએ બ્રહ્મમુર્હુતમાં જાગી જવુ જોઇએ પણ હું તો એમ કહ્યું કે, સાધુ જયારે જાગે એ જ બ્રહ્મમુર્હુત છે. ઓશોનું આ મંતવ્‍ય સાથે હું પણ સહમત છું. (ર) પ્રાતઃકર્મ-નિમિત કર્મ. એટલે કે, પુજા, પાઠ, વંદના, સ્‍વાધ્‍યાય વગેરે વગેરે... એટલે કે, નિમિત કર્મ. કોઇ વિશેષ ઉત્‍સવ, વગેરે... (૩) કામ્‍ય કર્મ-અર્થાત ઇમાનદારી અને પ્રમાણીકતાથી કરેલું કર્મે. જેને વૈષ્‍ણવી કર્મ કહી શકાય. (૪) પ્રાયヘતિ કર્મ - અર્થાત તમારી જાણતા કોઇ ભૂલ થઇ જાય અને તમને એની જાગૃતિ હોય, તમે સભાન હી તો તત્‍ક્ષણ માફી માગી લેવી. એટલે કે ત્‍યારે ને ત્‍યારે વિલંબ કર્યા વગર એ કર્મનું પ્રાયヘતિ કરી લેવું. (પ) દેશ-કાળ અનુસાર કર્મ-એટલે કે રાષ્‍ટ્રની સ્‍થિતિ-પરિસ્‍થિતિ અનુસાર રાષ્‍ટ્રકર્મ કરવું. વિષ્‍ણુદર્શન સંદર્ભે બાપુએ વિષ્‍ણુના ચતુર્ભાવ, ચતુર્ગતિ, ચતુર્વ્‍યુહ વગેરે વિશે વિસ્‍તારથી સમજાવ્‍યું હતું. એ સંદર્ભે બાપુએ કહ્યું હતું કે, વિષ્‍ણુ પાસે ચાર ગતિ છે. અર્થાત મોક્ષની ચાર ગતિ (૧) સાલુકયમ મૂકિત. (ર) સારૂપ્‍યમ મૂકિત. જે જટાયુને મળી હતી. (૩) સાયુજય મૂકિત-જે હનુમાનજી પાસે છે. કેમકે, હનુમાનજી અજન્‍મા છે, અમર છે એટલે નિરંતર એમની પાસે રામનું સાયુજય છે. (૪) સામીપ્‍ય મૂકિત. જે લક્ષ્મણજીને મળી છે. (-મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦) 

(3:49 PM IST)