તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 10th April 2026
કચ્છ જિલ્લાની રાજકીય રણભેરી ફૂંકાઈ: ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર : જુઓ સંપૂર્ણ લિસ્ટ
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ કચ્છની તમામ બેઠકો પર કેસરીયો લહેરાવવા મેદાને ઉતરતા મૂરતિયાઓ : જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે બેલેન્સ જાળવવાનો પક્ષનો પ્રયાસ

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાનો કબજો મેળવવા માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા અને મંથન બાદ કચ્છ જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતો માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
*જિલ્લા પંચાયતના ઉમેદવારોની સત્તાવાર યાદી:
કચ્છ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પર ભાજપે પોતાના મૂરતિયાઓ જાહેર કરી દીધા છે. જેમાં પ્રમુખ બેઠકો પરના ઉમેદવારો નીચે મુજબ છે:
*આધોઇ: વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા
*ભદ્રેશ્વર: તલકશીભાઇ જખુભાઈ ફફલ
*ભીમાસર (ભુટકીયા): જયદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજા
*ભીમાસર (ચકાસર): શ્રીમતી પ્રભાબેન મેરામણભાઈ હુણ
* ભિરંડીયારા: અબ્દુલા બુઢા જત
* બિદડા: વાલજીભાઇ ભવાનજીભાઈ સંગાર
* ચીરઇ નાની: વાઘજીભાઇ દેવકરણ છાંગા
* ચોબારી: શ્રીમતી પુરીબેન વેલજીભાઇ ઢીલા
* દયાપર: શ્રીમતી આઇશાબાઈ મોડ સુમરા
* દિનારા: શ્રીમતી જનતબાઈ રસુલ સમા
* ફતેહગઢ: શ્રીમતી નયનાબેન વનવીરભાઈ સોલંકી (રાજપૂત)
* ગઢશીશા: શ્રીમતી મેઘબાઈ જીવરામ ગઢવી
* ગાગોદર: સુરેશકુમાર રણછોડ મકવાણા
* કેરા: રાજેશ રામજી ચાવડા
* ખેડોઇ: શ્રીમતી જયશ્રીબેન વિપુલભાઈ ડાંગર
* કોડાય: શ્રીમતી વર્ષાબેન પ્રવીણભાઈ કન્નડ
* કોટડા જડોદર: શ્રીમતી મંજુલાબેન મુળજીભાઇ ચાવડા
* કુકમા: ધનજી ખીમા ચાવડા
* માધાપર: રમેશ ધનજી ચાડ
* મોથાળા: કમા સુરા રબારી
* મોટી ભુજપુર: શ્રીમતી દશરથબા નટુભા ચૌહાણ
* નાના કપાયા: શ્રીમતી માલશ્રીબેન લક્ષ્મણભાઈ ગેલવા
* નારાણપર પસાયતી: શ્રીમતી ધનબાઈ દેવરાજભાઈ પિંડોરીયા
* નેત્રા: શ્રીમતી સરોજબા બહાદુરસિંહ જાડેજા
* નિરોણા: ભૂપતસિંહ મમુજી જાડેજા
* પલાસવા: શ્રીમતી આશાબા યુવરાજસિંહ પરમાર
* રતનાલ: નરેશભાઈ અર્જુનભાઇ થારું
* રવ મોટી: જયરામ લાલાભાઈ સોનારા
* સમાધોધા: રણજીતસિંહ જાડેજા
* સામખીયારી: શ્રીમતી જયશ્રીબેન રામભાઈ ચાવડા
* સુખપર: હરીશ નાનજી ભંડેરી
* સુમરાસર શેખ: રાજેશકુમાર ગોપાલભાઈ કાગી
* તલવાણા: શ્રીમતી મનીષાબેન વિનોદ જબુઆણી
* વરસામેડી: શ્રીમતી પુષ્પાબેન રાજેશ વરાયા
* વાયોર: શ્રીમતી સુરજબા દેવુભા સોઢા
* વિથોણ: દિનેશ ગોપાલ રૂડાણી
તાલુકા પંચાયત બેઠકોનું ચિત્ર:
તાલુકા પંચાયતોમાં પણ ભાજપે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી છે. ભચાઉ, અંજાર, ભુજ, માંડવી અને અબડાસા સહિતના તાલુકાઓમાં પણ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
ભચાઉ તાલુકા પંચાયત: ગીતાબેન અમરતલાલ ભટ્ટી, અમરતબેન હિતેશભાઈ કોલી, ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજા, નિરમલબા મયુરધ્વજસિંહ જાડેજા, કંકુબેન હરિભાઈ ખટારીયા, સીતાબેન રણછોડ ઢીલા, લક્ષ્મણ વાલજી રબારી, માદેવાભાઈ રણમણભાઈ ચાવડા, હિરાભાઈ ભચુભાઈ કોલી, આશીબેન ભીખાભાઈ ભીલ, સાદિક સુલેમાન રાઉમાં, રાજીબેન કરશનભાઇ વાવીયા, રણછોડભાઈ કાનાભાઈ પટેલ, ભરતભાઈ વીભાભાઈ કોલી, ભરતસિંહ નટુભા જાડેજા, નીખીલ અંબારામ સુંબડ, શાંતિબેન શંકરભાઈ ડાહ્યાભાઈ છાંગા, બાબુભાઈ અમરાભાઈ મ્યાત્રા, રંભીબેન ખીમાભાઈ માતા, અને પ્રેમીલાબેન રામજી ચૌધરી મેદાનમાં છે.
અંજાર તાલુકા પંચાયત: દિવાળીબેન ધીરૂભાઈ પરમાર, રાજેશકુમાર નારણભાઈ મરંડ, મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા, લક્ષ્મીબેન લાલજીભાઇ આહિર, ગાયત્રીબેન બીપીનકુમાર ગજ્જર, શામજીભાઈ કાનજીભાઈ બરાડીયા, નૌત્તમ હીરજીભાઈ ચૌહાણ, ભીમજી શિવજી ચાવડા, મ્યારજભાઈ અરજણભાઈ છાંગા, રાઘુભાઈ પાંચાભાઈ મકવાણા, જીવાભાઈ આક્ષાભાઈ રબારી, ભાવનાબેન ગોપાલભાઈ વીરા, મયુર જયંતીલાલ ભોજાણી, રાણીબેન કાનજી માતા, સોનલબેન મહેશભાઇ લુલા, મીરાબેન કેસાભાઈ રબારી, કાજલબેન સાવન ડાંગર, હાંસુબેન રૂપાભાઈ રબારી, અને સંદીપ માનણભાઈ ચાવડા ઉમેદવારી નોંધાવશે.
આ યાદી જાહેર થતા જ કચ્છના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદીની પૂર્તિ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ મૂરતિયાઓ જનતાના વિશ્વાસ પર કેટલા ખરા ઉતરે છે.
વિગતવાર લિસ્ટ જોવા માટે આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
