News of Friday, 10th April 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો : ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે પોતાના મુરતિયાઓ મેદાને ઉતાર્યા : જુઓ સંપૂર્ણ લીસ્ટ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરાઈ : તમામ બેઠકો પર વિગતવાર નામોની યાદી જાહેર

સુરેન્દ્રનગર: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને તેની અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે ઉમેદવારોના નામોની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઊંડાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોના ઉમેદવારોની યાદી:
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો માટે ભાજપે અનુભવી અને નવા ચહેરાઓનું મિશ્રણ કર્યું છે. જાહેર કરાયેલ યાદી મુજબ:
૧. બજાણા: હંસાબેન જયદેવભાઈ પટેલ
૨. ચુડા-૧: જશુભાઈ વિરસંગભાઈ સોલંકી
૩. ચુડા-૨: મીનાબેન શૈલેષભાઈ મેમકીયા
૪. ઘાંઘલપુર: મુનાભાઈ ગોરધનભાઈ સાપરા
૫. ઢોકળવા: ધનીબેન ધીરૂભાઈ જાડા
૬. ગુજરવદી: હીનાબેન હરજીવનભાઈ ડોરીયા
૭. ખારાઘોડા: નાનજીભાઈ કુબેરભાઈ પરમાર
૮. ખોડુ: રંજનબેન ઘનશ્યામભાઇ ભુસડીયા
૯. કોંઢ: પાયલબેન ગોપાલભાઈ વિઠ્ઠલપરા
૧૦. લખતર: ભારતીબેન દલસુખભાઇ ચવલીયા
૧૧. માલવણ: છત્રસિંહ શંકરભાઈ ગુજારીયા
૧૨. મેમકા: રંજનબેન જેસીંગભાઈ મકવાણા
૧૩. મોટી મોલડી: લીલાબેન રામભાઈ સામડ
૧૪. મુળી-૧: કંચનબેન વિષ્ણુભાઇ વાટુકીયા
૧૫. મુળી-૨: રાજુભાઈ મેરામભાઈ કરપડા
૧૬. નગવાડા: વિજયભાઈ ધીરૂભાઈ શેખ
૧૭. પાણસીણા: રાયમલભાઈ ભાથીભાઈ ચૌહાણ
૧૮. રાજપરા: મગનભાઈ વનરાજભાઈ મેટાળીયા
૧૯. રાજસીતાપુર: પાયલબેન દર્શનભાઈ પટેલ
૨૦. રળોલ: ભારતીબેન ભાઇલાલભાઇ પરાલીયા
૨૧. રાણાગઢ: વર્ષાબેન ધર્મેશભાઈ સાપરા
૨૨. સરા: ખીમજીભાઈ નરશીભાઇ સારદીયા
૨૩. સાયલા: કિરણબા હરપાલસિંહ રાઠોડ
૨૪. શિયાણી: ભીગરથસિંહ ઘનશ્યામસિંહ રાણા
૨૫. સુદામડા: મુળજીભાઈ પોપટભાઈ પરાલીયા
૨૬. વણોદ: રમેશભાઈ રૂપસંગભાઈ છાત્રોટીયા
૨૭. વસ્તડી: હંસાબેન જયેશભાઇ ચાવડા
૨૮. વીજળીયા: કરમશીભાઈ ભનાભાઈ રંગપરા
૨૯. વિઠ્ઠલગઢ: અજયસિંહ શિવરાજસિંહ રાણા
૩૦. ઝીંઝુવાડા: બેબીબા રણધીરસિંહ ઝાલા
તાલુકા પંચાયત દીઠ જાહેર કરાયેલા ઉમેદવારો:
જિલ્લા પંચાયતની સાથે વિવિધ તાલુકા પંચાયતો જેવી કે વઢવાણ, ચોટીલા, મુળી, લીંબડી, ચુડા, લખતર, સાયલા અને ધ્રાંગધ્રા માટે પણ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.
વઢવાણ તાલુકા પંચાયત:વસંતબેન બળદેવભાઈ કમેજળીયા (અકોલા), ભાવનાબેન વાલજીભાઈ ડોડીયા (દેદાદરા), ગીતાબેન જે. રાઠોડ (ફુલગ્રામ), કોમલબેન વિશાલભાઈ મેમકીયા (ગુંદિયાળા) સહિત કુલ ૧૬ ઉમેદવારો જાહેર કરાયા છે.
ચોટીલા તાલુકા પંચાયત: રીટાબેન દિનેશભાઈ ઘોરાળીયા (આણંદપુર-ભા), મંજુબેન ગોરધનભાઈ ઓતરાદી (ચોબારી), અને રંજનબેન વલ્લભભાઈ મકવાણા (ઢોકળવા) સહિતના ૧૮ ઉમેદવારો મેદાનમાં છે.
મુળી તાલુકા પંચાયત: મહેશભાઈ બેચરભાઈ ગેલડીયા (દાધોળીયા), જલ્પાબેન હાર્દિકભાઈ સંઘાણી (દાણાવાડા) અને માયાબા દશરથસિંહ પરમાર (ગઢાદ) સહિતના ૧૬ નામો જાહેર થયા છે.
લીંબડી તાલુકા પંચાયત: રંજનબેન મનજીભાઈ મેર (અંકેવાળીયા), તાજુબેન હેમુભાઈ ડાભી (બળોલ) અને રઘુભાઈ રાજાભાઈ વાઘેલા (ભલગામડા) સહિત ૧૭ બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે.
ચુડા તાલુકા પંચાયત:જ્યોત્સનાબેન જગદીશભાઈ મકવાણા (ભૃગુપુર) અને જાગૃતિબા ઋતુરાજસિંહ રાણા (ચમારડી) સહિત ૧૬ બેઠકો પર જાહેરાત થઈ છે.
લખતર તાલુકા પંચાયત: વસંતબેન મુકેશકુમાર ટુંડીયા (બજરંગપુરા) અને સુષ્માબા ક્રિપાલસિંહ રાણા (ભડવાણ) સહિત ૧૫ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
સાયલા તાલુકા પંચાયત: ગૌરીબેન હમીરભાઈ કાંજિયા (ચોરવીરા-થાન) અને ઓધવજીભાઈ વાઘજીભાઈ પરમાર (ધજાળા) સહિત ૨૦ બેઠકો માટે મુરતિયાઓ જાહેર કરાયા છે.
ધ્રાંગધ્રા તાલુકા પંચાયત: મુકેશભાઈ દિલીપભાઈ કુંડેચા (એંજાર), લક્ષ્મીબેન નરેશભાઈ પરમાર (બાવળી) અને શ્રધ્ધાબા સહદેવસિંહ ઝાલા (ભારદ) સહિત ૨૦ ઉમેદવારો જાહેર કરાયા છે.
પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભાજપ દ્વારા આ જાહેરાત સાથે જ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંપૂર્ણ લિસ્ટ વિગતવાર જોવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
