<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

પોરબંદર : ભાજપમાં જુથવાદનો વિવાદ વધુ ઘેરો બન્યો :મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં અતિ વિલંબ ?

આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ :એક નેતાના પુત્રને ચૂંટણી લડાવવાના પ્રયત્નોને લીધે ઉમેદવારોના નામ જાહેર કરવામાં મોડું થઇ રહ્યાની ચર્ચા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે છતાં સ્થાનિક ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર થઇ શકી નથી,આજે બપોરે ભાજપના ઉમેદ્દવારોનાં નામ જાહેર કરવાની જાહેરાત છતાં સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોના નામ નક્કી થયા નથી 

  ઉમેદવારી ફોર્મ ભરવાને આડે હવે ગણતરીની કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપ મૂંઝવણમાં મુકાયું છે આ પાછળ ચર્ચા છે કે એક નેતાના પુત્રને ચૂંટણી લડાવવા માટે ભાજપના ઉમેદવારોના ફાઇનલ નામ નક્કી કરાવામાં મોડું થઇ રહ્યું છે, ઉપરાંત સ્થાનિક ભાજપમાં 3 જૂથ આમનેસામને છે એવું કહેવાય છે કે ફોર્મ ભરાવનાછેલ્લા દિવસે જે તે ઉમેદવરોને  સીધા ફોર્મ ભરવા બોલાવી લેવાશે સ્થાનિક ભાજપના જુથવાદે ચૂંટણી સમયે ભારે ચર્ચા જગાવી છે 

(8:42 PM IST)