News of Friday, 10th April 2026
ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર : કેશોદ નગરપાલિકા સહિતના તમામ વોર્ડમાં મુકાયા સક્ષમ ચહેરાઓ : જુઓ સંપૂર્ણ યાદી
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામો પર આખરી મહોર મરાઈ : જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં થયેલી ચર્ચા બાદ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો, વિવિધ તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતના ૨૮ ઉમેદવારોની યાદી:
ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે:
અગતરાય: શ્રીમતી સરોજબેન અશ્વિનભાઈ ખટારીયા
અજાબ: વિનોદભાઈ ભીમજીભાઈ માંકડીયા
અમરાપુર ગીર: શ્રીમતી નિમુબેન રામસીંગભાઈ ચૌહાણ
બાલાગામ: શ્રીમતી વિલસુબેન રમેશભાઈ કરંગીયા
બિલખા: શ્રીમતી ચંપાબેન કિશોરભાઈ ઠુંમર
ચુડા: શ્રીમતી શોભનાબેન મુકેશભાઈ સતાસીયા
ધંધુસર: શ્રીમતી સોનલબેન મહેશભાઈ દીવરાણીયા
ડુંગરપુર: શ્રીમતી જાનીબેન રાજેશભાઈ ડાંગર
સીટ-૯: શ્રીમતી મણીબેન રામભાઇ વાળા
જુથળ: કાથડભાઈ ગોદડભાઇ સિંઘવ
સીટ-૧૧: ભીમાભાઈ દાનાભાઈ ડાંગર
કોયલાણા: જીગ્નેશભાઇ દિલીપભાઈ છૈયા
કુકસવાડા: શ્રીમતી અસ્મિતાબેન ચેતનભાઈ ચૌહાણ
મજેવડી: કાંતીભાઈ દેવજીભાઈ ગજેરા
મકતુપુર: સુદાભાઈ ધનાભાઈ કોડીયાતર
માળીયા: જીતુભાઈ બચુભાઈ સિસોદીયા
માંગરોળ ઓ.જી.: જેઠાભાઈ પુજાભાઈ ચુડાસમા
મટીયાણા: શ્રીમતી હર્ષાબેન વિનોદભાઈ સવસાણી
મેખડી: શ્રીમતી વનિતાબેન સોમાતભાઈ વાસણ
મેંદરડા: શ્રીમતી અસ્મિતાબેન હરેશભાઈ ઠુમ્મર
મેસવાણ: રતિલાલ લાડાણી
મોણપરી મોટી: ડૉ. ભરતકુમાર સવજીભાઇ ઝાલાવડીયા
સરદારગઢ: શ્રીમતી રંજનબેન અનિલભાઈ મગરા
સરસઈ: શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી
સાસણ: ચિરાગભાઈ જમનભાઈ રાજાણી
શાપુર: શ્રીમતી ઇન્દુબેન ભરતભાઇ ચાવડા
શીલ: જયેશભાઈ બાબુભાઇ ચુડાસમા
વડાલ: મનસુખભાઈ ડાહ્યાભાઈ વઘેરા
તાલુકા પંચાયતોના દાવેદારો:
તાલુકા પંચાયત કક્ષાએ પણ વિવિધ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ છે:
કેશોદ તાલુકા પંચાયત: ગૌરીબેન અશ્વિનભાઈ દાફડા (અગતરાય), પરેશભાઈ મનસુખભાઈ ભૂત (અજાબ-૧), અજયકુમાર પયુભાઈ દયાતર (અજાબ-૨), નાનબાઈ બેન હરેશભાઈ સિંહાર (બડોદર), કાજલબેન રમેશભાઈ આજડીયા (બાલાગામ), આરતીબેન યોગેશભાઈ ન્નદાણીયા (બામણાસા), હર્ષિતાબેન નિરજભાઈ મક્કા (કણેરી), પરબતભાઈ કરશનભાઈ ગરેજા (કેવદ્રા), મારખીભાઈ મેસુરભાઈ બારીયા (ખમીદાણા), વિજયભાઈ વિરમભાઈ મારૂ (ખીરસરા), મગનભાઈ નારણભાઈ મુછડીયા (માણકેવાડા), સંગીતાબેન પંકજભાઈ કનોરીયા (મેસવાણ), રમેશભાઈ મોહનભાઈ ગેરેજા (મોટી ઘંસારી), રાજેધરીબેન પ્રવિણભાઈ હળવાણી (મોવાણા), ખિમાચંદ રાજાભાઈ ઘુસર (પાડોદર), પરેશભાઈ પુંજાભાઈ કરમટા (પાણખાણ), ભાવનાબેન જયંતિભાઈ અંકોલા (રંગપુર) અને રશીલાબેન કેશુભાઈ બારવાણીયા (સોંદરડા) નો સમાવેશ થાય છે.
વંથલી તાલુકા પંચાયત: અતુલભાઈ રામભાઈ કોટડીયા (જલોદ-૧), શ્રીમતી પ્રીતીબેન ભાર્ગવભાઈ ત્રાંબડીયા (બાલોટ-૨), ભરતભાઈ ચિનુભાઈ ચંદેલા (ધંધુસર), દિનેશભાઈ અરજણભાઈ ચાવડા (ધણફુલીયા), શ્રીમતી લક્ષ્મીબેન કેસુરભાઈ મૈતર (કાજળીયા મોટા), શ્રીમતી નીતાબેન રવજીભાઇ રાઠોડ, શ્રીમતી કિરણબેન ગોવિંદભાઈ હુંબલ (ખોરાસા), ભરતભાઇ દેવશીભાઇ સોંદરવા (મહોબતપુર), વેજાભાઈ દેવાયતભાઈ વાંદા (સાંતલપુર), મેહુલભાઈ પરસોત્તમભાઈ સાપરા (શાપુર-૧), શ્રીમતી લતાબેન સુનિલભાઈ ડાભી (શાપુર-૨), હિતેશભાઇ આંબાભાઈ જારસાણીયા (થાણાપીપળી), શ્રીમતી અવનીબેન ચંદ્રેશભાઈ ઠુંમર (ટીકર પાદરડી), શ્રીમતી વર્ષાબેન અક્ષયભાઈ ચાવડા (ટીનમસ), શ્રીમતી નયનાબેન નિતીનભાઈ ફળદુ (વાડલા) અને શ્રીમતી ભાવનાબેન શૈલેષભાઈ કનેરીયા (ઝાપોદડ) ના નામ જાહેર થયા છે.
માણાવદર તાલુકા પંચાયત: રામદેવભાઈ રણમલભાઈ મુળિયાસીયા (કોઠારીયા), શ્રીમતી રમીલાબેન જયંતિભાઈ મગરા (કોયલાણા), રાજેશકુમાર ધીરજલાલ કણસાગરા (લીબુંડા), ધર્મેન્દ્રભાઈ ભાયાભાઈ બોરખતરીયા (મટીયાણા), શ્રીમતી દીપુબેન જયદીપભાઈ હુંબલ (નાકરા), શ્રીમતી શીતલબેન દિવ્યેશભાઈ ચુડાસમા (નાનડીયા), દાસાભાઇ બાવનભાઈ છેલાણા (પાજોદ), મહેન્દ્રકુમાર ખીમજીભાઇ ટાંક (પીપલાણા), શ્રીમતી વર્ષાબેન જગદીશભાઇ મારૂ (સમેગા), રાજેશ ઘેલાભાઈ સોલંકી (સણોસરા), અલ્પેશભાઈ થેપલા (સરદારગઢ), શ્રીમતી નિશાબેન પિયુષભાઈ રાઠોડ (સુલતાનાબાદ), શ્રીમતી નિમુબેન જગદીશભાઈ ડાંગર (વાડાસડા), શ્રીમતી ભારતીબેન હરેશભાઈ ખોડભાયા (વેકરી), શ્રીમતી હંસાબેન સુરેશભાઈ બરાસીયા (વેળવા) અને શ્રીમતી સુશીલાબેન પનારા (ઝીઝરી).
જૂનાગઢ તાલુકા પંચાયત: સંજયભાઈ છગનભાઈ વેકરીયા (બગડુ), શ્રીમતી રંજનબેન પંકજભાઈ હરખાણી (બંધાળા), શ્રીમતી હંસાબેન હરસુખભાઈ ગોંડલીયા (ભલગામ), શ્રીમતી ક્રિષ્નાબેન આનાદભાઈ ગણાત્રા (બિલખા-૧), શ્રીમતી ઇન્દુબેન અનકભાઈ ભોજક (બિલખા-૨), શ્રીમતી ચંપાબેન રાજેશભાઈ કનોરીયા (ચોકી), શ્રીમતી શારદાબેન ભગવાનજીભાઇ શ્યારા (ચોરવાડી), ગોરધનભાઈ નાથભાઈ ધોળકીયા (ડુંગરપુર), શ્રીમતી ગીતાબેન જશ્મીનભાઈ મકવાણા (ગોલાધર), સવજીભાઈ જીવનભાઈ સોલંકી (ઇવનગર), હરસુખભાઈ રૂડાભાઈ ડોબરીયા (જામકા), ધીરૂભાઈ સોમંતભાઈ સુવા (ખડીયા), જીગ્નેશભાઈ મનસુખભાઈ પોકીયા (મજેવડી), જનકભાઈ લાલજીભાઈ ગજેરા (માખીયાળા), શ્રીમતી અંજનાબેન દિવ્યેશભાઈ મારૂ (પલાસવા), શ્રીમતી ચંદ્રીકાબેન મહેશભાઈ ગજેરા (સુખપુર) અને શ્રીમતી ફરજાનાબેન યુસુફભાઇ રફાઈ (વધાવી).
મેંદરડા તાલુકા પંચાયત: શ્રીમતી ધ્યાબેન હરેશભાઈ ગજેરા (આલીધ્રા), શ્રીમતી પ્રિયંકાબેન અતુલભાઈ ડોબરીયા (અંબાળા), શ્રીમતી જલ્પાબેન અમિતભાઈ ગજેરા (અરણીયાળા), શ્રીમતી જુલીબેન સાગરભાઇ કાછડીયા (ચીરોડા), શ્રીમતી મિતલબેન સરમણભાઈ કોડીયાતર (હરીપુર), શ્રીમતી કુસમબેન કમલેશભાઈ સોલંકી (મેદરડા-૧), આશિષકુમાર વિનોદરાય જોષી (મેદરડા-૨), અશોકભાઈ લીલાધરભાઈ સોલંકી (મેદરડા-૩), મનસુખભાઈ ઠાકરશીભાઈ કુંભાણી (રાજેસર), ઉપેન્દ્રભાઈ લવજીભાઈ રાજાણી (સમઢીયાળા) અને શ્રીમતી મનીષાબેન પ્રદિપભાઈ પરમાર (સાસણ).
વિસાવદર તાલુકા પંચાયત: શ્રીમતી અંજલાબેન વિપુલભાઈ હીરપરા (બરડીયા), શ્રીમતી વિલાસબેન નવનીતભાઈ કોટડીયા (ભલગામ), હરસુખભાઈ રવજીભાઈ રાબડીયા (ભુતડી), શ્રીમતી સોનલબેન હિરેનભાઇ સોજીત્રા (ઢેબર), શ્રીમતી અશ્વિનાબેન મજબુતભાઈ ખાદા (જેતલવડ), શ્રીમતી દયાબેન જીવરાજભાઈ આંત્રોલીયા (કાલાવડ), ખોડીદાસભાઈ મધુભાઈ ચૌહાણ (કાલસારી), રણજીતભાઈ જેતુભાઈ વાળા (ખંભાળીયા), યજ્ઞેશગર બટુકગર ગોસાંઈ (કોટડા મોટા), શ્રીમતી હંસાબેન સુમંતભાઈ હીરપરા (કોટડા નાના), શ્રીમતી ગીતાબેન મધુભાઈ બોઘરા (લીમધ્રા), શ્રીમતી રાજશ્રીબેન કેશવભાઈ મકવાણા (મોણીયા), પ્રભુદાસભાઈ પરસોત્તમભાઈ સાવલીયા (મોણપરી મોટી), અરવિંદભાઈ ભાનુભાઈ સાંગાણી (મોણપરી નાની), શ્રીમતી મનિષાબેન હરેશભાઈ તળાવીયા (પ્રેમપરા), જયદીપભાઈ રણછોડભાઈ રીબડીયા (સરસઈ), હિંમતભાઈ નાનજીભાઈ સાવલીયા (શોભાવડલા લશ્કર) અને શ્રીમતી વિલાશબેન દિલીપભાઈ હીરપરા (વેકરીયા).
ભેંસાણ તાલુકા પંચાયત: સુરેશભાઈ મોહનભાઈ વઘાસીયા (બામણગઢ), શ્રીમતી ભાવનાબેન કિશોરભાઈ ભેશાનીયા (ભેંસાણ-૧), શ્રીમતી ભૂમિકાબેન ભાવેશભાઈ સાવલીયા (ભેંસાણ-૨), શ્રીમતી વિલાસબેન રામજીભાઈ ડોબરીયા (ચણાકા), શ્રીમતી શિલ્પાબેન ભૂપતભાઈ વાજા (છોડવડી), શ્રીમતી તમસાબેન પંકજભાઇ વેગડા (ચુડા), તખુભાઈ લાખાભાઈ ઘાંઘલ (ઢોળવા), હિતેશભાઈ ભાનુશંકરભાઈ બોરીસાગર (ગળથ), હરીશભાઈ હંસરાજભાઈ વસ્તાણી (હડમતીયા ખાખરા), કાનજીભાઈ રાઘવજીભાઈ ભેડા (હડમતીયા વિશળ), રાજેશકુમાર ધીરજલાલ ભુવા (ખંભાળીયા), શ્રીમતી રમીલાબેન વિનુભાઈ પીપળીયા (મેંદપરા), શ્રીમતી રમાબેન ભાવેશભાઈ ત્રાપસીયા (મોરવાડા), પરસોત્તમભાઈ રૈયાભાઈ કાપડીયા (રફાળીયા), શ્રીમતી વિજયાબેન પ્રભુદાસભાઈ કોટડીયા (રાણપુર-૧) અને ભીખાભાઈ દાનાભાઈ મકવાણા (રાણપુર-૨).
માંગરોળ તાલુકા પંચાયત: શ્રીમતી મંજુબેન ભુરાભાઈ પરમાર (આંત્રોલી), કેશવભાઈ ઉકરડાબાઈ ઓડેદરા (બગસરા ઘેડ), શ્રીમતી હંસાબેન જગદીશભાઈ ડાભી (ચદવાણા), શ્રીમતી મનિષાબેન મગનભાઇ કાથડ (ઢેલાણા), શ્રીમતી હર્ષાબેન હિતેશભાઈ ખેર (દિવરાણા), શ્રીમતી હીનાબેન રાજેશભાઈ રાઠોડ (હુસેનાબાદ), શ્રીમતી શોભનાબેન ભરતભાઈ ગળચર (ચાખવા), ચાવડા ગોવિંદભાઈ રામભાઈ (ગોરેજ), શ્રીમતી જાહલબેન દેવાયતભાઈ પિઠીયા (કાલેજ), નંદાણીયા રવિકુમાર લખમણભાઈ (લાહેજ), નારણભાઈ લખમણભાઈ વાજા (મકતુપુર), હકીમ ફારૂકભાઈ હુસેનભાઇ (માંગરોળ ઓ.જી.), ભીખાભાઈ ભોજાભાઈ કાઠી (મેખડી), ભરતભાઈ વજશીભાઇ વાઘ (મીતી), અશોકભાઈ ભીખાભાઇ કાથડ (નાદરખી), કીરીટકુમાર પાંચભાઈ ચુડાસમા (ઓસા ઘેડ), શૈલેષભાઈ ચીનાભાઇ ભાદરકા (શેરીયાઝ-૧), શ્રીમતી હેમીબેન પરબતભાઇ જોતવા (શેરીયાઝ-૨), શ્રીમતી રમીલાબેન જયંતિભાઈ કામલીયા (શીલ) અને શ્રીમતી શાંતીબેન પાંચાભાઈ ડાકી (ઝરીયાવાડા).
માળીયા હાટીના તાલુકા પંચાયત: શ્રીમતી ચૂંદ્રીકાબેન આશોકભાઈ કળદીયા (આમ્રાપુર ગીર), યશકુમાર અરવિંદભાઈ ભાડજા (આણીયાણા), દેવાભાઈ પુંજાભાઈ ચાવડા (બાબરા), શ્રીમતી દુધીબેન દશરથભાઈ (ભૂંડુરી કિકાણા), શ્રીમતી કુંચનબેન લખમણભાઈ સોલંકી (ચુલડી), શ્રીમતી વિન્વતાબેન દેવાભાઈ મોકરીયા (ગડુ), શ્રીમતી અસ્મિતાબેન ઠારણભાઈ સિંઘવ (ગળોદર જુના), જયંતભાઈ લાખાભાઈ જોરા (જુથળ), શ્રીમતી ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદીયા (કડાયા), જગદીશભાઈ સરમણભાઈ કામ્બલીયા (ખંભાળીયા), કાનાભાઈ વજસીભાઈ વાસણ (ખોરા), જતીનભાઈ ભીખાભાઈ કાપાણી (ખોરાસા ગીર), શ્રીમતી રસીલાબેન પ્રતાપભાઈ ભાદરકા (કુકસવાડા), શ્રીમતી સરલાબેન ડાહ્યાભાઈ જોરા (લાડુડી ગીર), ગોવિંદભાઈ બેચરભાઈ સોંદરવા (લાઠોદ્રા), શ્રીમતી માંકીબેન મુળુભાઈ સિસોદીયા (માળીયા-૧), શ્રીમતી શીતલબેન આઝાદસિંહ સિસોદીયા (માળીયા-૨), શ્રીમતી જાટવા નીતાબેન કાનાભાઈ (શાંતીપુરા), શ્રીમતી હંસાબેન કાળુભાઈ મોરી (વીરડી) અને શ્રીમતી નીલમબેન રણજીતસિંહ યાદવ (વિસણવેલ).
કેશોદ નગરપાલિકાના વોર્ડ વાઈઝ ઉમેદવારો:
નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ દીઠ સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે:
વોર્ડ નં. ૧: શ્રીમતી ભારતીબેન લક્ષ્મણભાઈ કક્કડ (સીટ-૧), શ્રીમતી કુસુમબેન રાજેશ કુમાર લણપરીયા (સીટ-૨), પાથાભાઈ જેન્તીભાઈ ધુડા (સીટ-૩), રાહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા (સીટ-૪).
વોર્ડ નં. ૩: શ્રીમતી હેતલબેન અશ્વિનભાઈ રાવદીયા (સીટ-૧), શ્રીમતી લાલીબેન માલદેભાઈ ઓડેદરા (સીટ-૨), રૈયાભાઈ કાનાભાઈ સિંઘવ (સીટ-૩), નિતિનભાઈ ચિત્રોડા (સીટ-૪).
વોર્ડ નં. ૪: શ્રીમતી માધુરીબેન ધીરજલાલ પારઘી (સીટ-૧), શ્રીમતી પારુલબેન જયેશભાઈ દેવ (સીટ-૨), પીયુષભાઈ કરસનભાઈ કરમટા (સીટ-૩).
વોર્ડ નં. ૫: શ્રીમતી પ્રતિક્ષાબેન કેયુરભાઈ દેવળીયા (સીટ-૧), શ્રીમતી રેખાબેન વિવેકભાઈ કોટડીયા (સીટ-૨), વિકાસભાઈ જીવરાજભાઈ બળવા (સીટ-૩), અજયભાઈ ઉમેશભાઈ કોટક (સીટ-૪).
વોર્ડ નં. ૬: શ્રીમતી આરતીબેન નીતિનભાઈ સુંગાણી (સીટ-૧), શ્રીમતી પાયલબેન બિરેનભાઈ કાલરીયા (સીટ-૨), વિશાલભાઈ નરેન્દ્રભાઈ સોલંકી (સીટ-૩), સાગરભાઈ જસવંતભાઈ બોરડ (સીટ-૪).
વોર્ડ નં. ૭: શ્રીમતી જલ્પાબેન વિપુલભાઈ ડોબરીયા (સીટ-૧), શ્રીમતી કુંચનબેન જગદીશભાઈ લાડાણી (સીટ-૨), પ્રકાશભાઈ વ્રજલાલ વ્યાસ (સીટ-૩), નિખિલકુમાર રતિલાલ કરડાણી (સીટ-૪).
વોર્ડ નં. ૮: શ્રીમતી ભાવનાબેન કાનાભાઈ મુછાળ (સીટ-૧), શ્રીમતી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાલા (સીટ-૨), મહેશભાઈ નારણભાઈ પરમાર (સીટ-૩), જયદીપભાઈ રમણિકભાઈ સાવલીયા (સીટ-૪).
વોર્ડ નં. ૯: શ્રીમતી દક્ષાબેન મનોજભાઈ ભરડા (સીટ-૧), શ્રીમતી નીરૂબેન ભોજાભાઈ કોડીયાતર (સીટ-૨), જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી (સીટ-૩), રોહનભાઈ નરેશભાઈ ચાવડા (સીટ-૪).
આ ઉપરાંત બાંટવા નગરપાલિકાની વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી માટે શ્રીમતી પારસબેન પોલાભાઈ રાઠોડનું નામ જાહેર કરાયું છે. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદીને આખરી મહોર સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તમામ ઉમેદવારોએ હવે પોતાની જીત માટે કમર કસી લીધી છે.
વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
