<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

સાવરકુંડલા ભાજપમાં મોટો ભડકો : ટિકિટ વિતરણથી નારાજ પૂર્વ પ્રમુખ સહિત બે નેતાઓના રાજીનામાં આપ્યા

નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થાય તે પૂર્વે જ ભંગાણ સર્જાયું છે. ધારાસભ્ય મહેશ કસવાળાના હોમટાઉનમાં વોર્ડ નંબર 6 ના વર્તમાન સદસ્ય અને વોર્ડ નંબર 1 ના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ વાજાએ ટિકિટ વિતરણથી નારાજ થઈ પક્ષના હોદ્દા અને સક્રિય સભ્યપદેથી રાજીનામાં ધરી દીધા છે. આ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

 

(11:57 PM IST)