News of Saturday, 11th April 2026
બગસરા સમસ્ત બ્રહ્મસમાજને ભાજપ દ્વારા ટિકિટ ન આપતા રોષ...

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૧૧: ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારની સાંજે ધીમે ધીમે અલગ અલગ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી હતી. શહેરમાં વોર્ડ નંબર ૩ માં સૌથી વધુ બ્રહ્મ પરિવારો રહેતા હોવાથી સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએઆ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી રજૂ કરી હતી પરંતુ વોર્ડ નંબર ૩ સહિત સમગ્ર શહેરના એક પણ વોર્ડમાં બ્રાહ્મણ ઉમેદવારની જાહેરાત ન કરાતા સમસ્ત બ્રહ્મ સમાજ બગસરામાં રોષ લાગણી જોવા મળી રહી છે. બ્રહ્મ સમાજના યુવા કાર્યકરો દ્વારા પણ આ બાબતે ધારાસભ્ય સહિતના પદાધિકારીઓને આકરા પગલાં લેવામાં આવશેનું જણાવવામાં આવેલ છે.
બગસરા સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યકારી પ્રમુખ વેણીશંકરભાઈ ધાંધિયાના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના નિર્ણય બાબતે ફેર-વિચારણા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ પક્ષ વિરુદ્ધ નિર્ણયો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને પક્ષ વિરોઘી મત આપીશુ. આ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજ બગસરાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વ્યાસ દ્વારા પણ સમસ્ત બ્રહ્મ સમાજને ન્યાય મળે તેવી માંગણી કરેલ છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
