News of Saturday, 11th April 2026
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જાકારો આપીને કોંગ્રેસના અધ્યક્ષના નિવેદનનો બદલો લોકો લેશેઃ ઉપલેટા ભાજપનો આક્રોશ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૯: રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા મહામંત્રી રવિભાઈ માકડીયા તથા ઉપલેટા દીપકભાઈ સુવાએ સ્થાનિક પત્રકારો સમક્ષ ભારે આક્રોશ સાથેના એક નિવેદનમાં જણાવેલ છે કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય લેવલના નેતાઓ ગુજરાત પ્રત્યેની તેમની વરવી માનસિકતાઓ પોતાની સભા દરમિયાન કેમ પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું એક પણ મોકો છોડતા નથી તાજેતરમાં કોંગ્રેસના અજ્ઞાની પ્રમુખે કેરળની એક સભા દરમિયાન ગુજરાતની સાડા છ કરોડની જનતાને મૂરખ અને અજ્ઞાની ગણાવી ગુજરાતીઓની વિરુદ્ધ ની માનસિકતા છતી કરી છે વધુમાં ઢોલરીયા માકડીયા અને સુવાએ જણાવેલ છે કે ખડગે એ ભૂલી ન જાય કે ગુજરાતની આજ પવિત્ર ભૂમિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ મોદી અદાણી અંબાણી જેવી વિભૂતિઓની વિશ્વને ભેટ આપી છે આજ ગુજરાતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ડોકટર વિક્રમ સારાભાઈ જેવા વિજ્ઞાની અને દેશના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ જેવા વિરલ વ્યકિતત્વની ભેટ પણ આપી છે ગુજરાતની સાડા છ કરોડની જનતાનું અપમાન જરા પણ ઝાંખી લેવામાં નહીં આવે આનો બદલો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણપણે જાકારો આપીને સાડા છ કરોડની જનતા લેશે અને કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેશે કોંગ્રેસ ગુજરાતની સાડા છ કરોડની જનતાની જાહેર માફી માંગે તેવી માંગણી અંતમાં કરેલ હતી
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
