<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં ભાજપના ઉમેદવારોની મોડી રાત્રે જાહેરાતઃ રાજકીય ધમધમાટ

મોટી મોણપરીની જિ.પં.ની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાણીતા એમ.ડી. ફિઝિશ્યન ડો. ભરત ઝાલાવાડીયા અને સરસઈની બેઠક પર લિનાબેન વિપુલભાઈ કાવાણીની પસંદગી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ૧૧: વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની ગત મોડી રાત્રે જાહેરાત થઇ છે ત્યારે રાજકીય ધમધમાટ પ્રવર્તે છે. આ વિસ્તારમાં ભાજપ-કોગ્રેસ-આપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામશે એ નિશ્ચિત મનાઇ રહ્યું છે ત્યારે રાજકીય નિરીક્ષકો અવનવા તર્ક વિતર્ક કરી રહ્યા છે. ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

મોટી મોણપરીની જિ.પં.ની બેઠક પર ભાજપે જાણીતા એમ.ડી.ફિઝિશ્યન ડો. ભરત ઝાલાવાડીયાની અને સરસઈની બેઠક પર શ્રીમતિ લિનાબેન વિપુલભાઈ કાવાણીની પસંદગી કરવામાં આવી છે.

વિસાવદર તાલુકા પંચાયતના ભાજપના બેઠકવાર ઉમેદવારો આ પ્રમાણે પસંદ કરવામાં આવ્યા છે. (૧) બરડીયા અંજલાબેન વિપુલભાઈ હીરપરા (૨) ભલગામઃ વિલાસબેન નવનીતભાઈ કોટડીયા (૩) ભુતડીઃ હરસુખભાઈ રવજીભાઈ રાબડીયા (૪) ઢેબર : સોનલબેન હિરેનભાઈ સોજીત્રા (૫) જેતલવડઃ અશ્વિનાબેન મજબુતભાઈ ખાદા (૬) કાલાવડ : દયાબેન જીવરાજભાઈ આંત્રોલીયા (૭) કાલસારીઃ ખોડીદાસભાઈ મધુભાઈ ચૌહાણ (૮) ખંભાળીયાઃ રણજીતભાઈ જેતુભાઈ વાળા (૯) કોટડા મોટાઃ યજ્ઞેશગર બટુકગર ગોસાંઈ (૧૦) કોટડા નાના : હંસાબેન સુમંતભાઈ હીરપરા (૧૧) લીમધ્રા :ગીતાબેન મધુભાઈ બોઘરા (૧૨) મોણીયાઃરાજશ્રીબેન કેશવભાઈ મકવાણા (૧૩) મોણપરી મોટીઃ પ્રભુદાસભાઈ પરસોત્તમભાઈ સાવલીયા (૧૪) મોણપરી નાનીઃ ૅં અરવિંદભાઈ ભાનુભાઈ સાંગાણી (૧૫) પ્રમપરાઃમનિષાબેન હરેશભાઈ તળાવીયા (૧૬) સરસઈઃ જયદીપભાઈ રણછોડભાઈ રીબડીયા (૧૭) શોભાવડલા લશ્કરઃ હિંમતભાઈ નાનજીભાઈ સાવલીયા (૧૮) વેકરીયાઃ વિલાશબેન દિલીપભાઈ હીરપરાનો સમાવેશ થાય છે.

દરમિયાન વિસાવદર તાલુકાની બે જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે આ પ્રમાણેના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં (૧) મોણપરી મોટીઃ ડો. ભરતકુમાર સવજીભાઈ ઝાલાવડીયા (૨) સરસઈઃ લીનાબેન વિપુલભાઈ કાવાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.

(11:01 AM IST)