News of Saturday, 11th April 2026
કચ્છના પ્રતિબંધિત સરહદી વિસ્તાર લક્કીનાળા માંથી શંકાસ્પદ રાજસ્થાની શખ્સ ઝડપાયો
બીએસએફ કેમ્પ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરનારને પોલીસે ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: પોલીસ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત નોટિફાઇડ કરેલા સરહદના સંવેદનશીલ વિસ્તારોમાં પરપ્રાંતીય અને બારાતુ શખ્સોને પરવાનગી વગર જવાની મનાઈ હોય છે. આવા ્પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં ઘૂસી ગયેલા રાજસ્થાનના બાદારાણી, બાડમેરના ૩૧ વર્ષીય શખ્સ આલમ મુહિબ ખાન ને નારાયણ સરોવર પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સ બીએસએફ કેમ્પસ વિસ્તારમાં ફરી રહ્યો હતો. સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની અટક કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
