<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચૂંટણી જંગ જામ્‍યો : ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટયા

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત જુદા-જુદા પક્ષોના ઉમેદવારો કોર્પોરેશન પાલિકા, જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી લડવા મેદાનમાં

રાજકોટ, તા. ૧૧ :  સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી માટે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જંગ જામ્‍યો છે. આજે ઉમેદાવરી પત્રો ભરવાની અંતિમ દિવસે મોટી સંખ્‍યામાં  ઉમેદવારો ઉમેદવારી કરવા પહોંચ્‍યા છે.

ભાજપ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત જુદા જુદા પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : નગરપાલિકા ની ઉતેજનાત્‍મક બની રહેલી ચુંટણી માં ભાજપ દ્વારા ૧૧ વોર્ડ નાં ૪૪ ઉમેદવારોની યાદી જાહેર કરાતા  સવારે ૧૧ કલાકે પ્રાંત કચેરીએ ઉમેદવારો તેમનાં ઉમેદવારી ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારો પૈકી વોર્ડ નંબર-૧ માં દિપાલીબેન હિરેનભાઈ વાડોદરીયા,મયુરીબેન મયુરભાઈ આચાર્ય, ગૌતમભાઇ સિંધવ,રાજેન્‍દ્રસિંહ જાડેજા.

વોર્ડ નંબર ૨ માં બિંદુબેન અમિતભાઈ સોલંકી,શિતલબેન સમીરભાઈ કોટડીયા,કળપાલસીહ જાડેજા,હર્ષદભાઈ વાઘેલા,

વોર્ડ નંબર-૩ હંસાબેન મંગુભાઇ શિયાળ, સ્‍વિટીબેન ગીરધરભાઇ દાફડા,ભરતસિંહ(રુષિરાજસિંહ)જાડેજા,ભરતભાઈ ઢોલરીયા.

વોર્ડ નંબર-૪ સુમિતાબેન ધર્મેશભાઈ પીપળીયા,પ્રિયંકાબેન દિનેશભાઈ માધડ, રાહુલભાઈ દિપકભાઈ ડાભી,સલીમભાઈ ચૌહાણ

વોર્ડ નંબર-૫ સોનલબેન ગૌરાંગભાઇ ધડુક,ધારાબેન સંજીવભાઇ ધિનોજા,પ્રતાપભાઇ મનુભાઇ રાઠોડ, આસીફભાઈ ઝકરીયા.

વોર્ડ નંબર-૬ રશ્‍મિબેન રાજેશભાઈ મહેતા,કળષ્‍નાબેન રાજેશભાઈ તન્ના,મનસુખભાઈ રૈયાણી,રફીકભાઈ કૈડા.

વોર્ડ નંબર-૭ મનિષાબેન દિપકભાઈ ગોવાણી,પાયલબેન સંજયભાઈ પીપળીયા,શૈલેષભાઈ વસંતભાઈ ગોરી,ઓમદેવસિંહ જાડેજા.

વોર્ડ નંબર-૮ નીલાબેન રસિકભાઈ વિરડીયા,માનશીબેન અંકુરભાઇ સાટોડીયા,અનિલભાઈ જગદીશભાઈ ચાવડા,મનીષભાઈ દુર્લભજીભાઇ ચનિયારા.

વોર્ડ નંબર-૯ મિતલબેન પ્રવિણભાઈ નિમાવત, બીનાબેન શૈલેષભાઈ રોકડ,દિનેશભાઈ ઉમરાણીયા,અશ્વિનભાઈ પાચાણી.

વોર્ડ નંબર-૧૦ રાજવીબેન તેજશભાઇ શિંગાળા,સીમાબેન હિરેનભાઈ વઘાશીયા,પ્રકાશભાઇ ચડોતરા, અヘીનભાઇ રૈયાણી.

વોર્ડ નંબર-૧૧ આરતીબેન મનીષભાઈ ટોળીયા,કોમલબેન ભાવેશભાઈ જરેર, જગદીશભાઈ બચુભાઇ રામાણી,નિલેશભાઈ ગોકળભાઇ કાપડીયા નો સમાવેશ થાય છે.

 સીટીંગ સદસ્‍યો રાજેન્‍દ્રસિંહ જાડેજા,ગૌતમભાઇ સિંધવ, શિતલબેન કોટડીયા,હર્ષદભાઈ વાઘેલા,ભરતસિંહ (રુષિરાજસિંહ)જાડેજા,આસીફભાઈ ઝકરીયા,મનસુખભાઈ રૈયાણી,રફીકભાઈ કૈડા,ઓમદેવસિંહ જાડેજા,મનીષભાઈ ચનિયારા,અヘીનભાઇ પાંચાણી,અヘીનભાઇ રૈયાણી,જગદીશભાઈ રામાણી તથા નિલેશભાઈ કાપડીયા ને રિપીટ કરાયા છે.

 ભાજપ દ્વારા પીએચડી ની ડિગ્રી ધરાવતા પ્રિયંકાબેન માધડ ને ટીકીટ ફાળવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની ૨૪, તથા ૬  તાલુકા  પંચાયતો ની ૧૧૨ અને સિક્કા નગર પાલિકા ની ૨૮ બેઠકો માટે આજે શુક્રવારે પાંચમાં દિવસે અનેક ઉમેદવારી પત્રો રજૂ થયા હતા .

 જામનગર મહાનગરપાલિકા ના ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકો માટે ની સામાન્‍ય ચૂંટણી માં આજે પાંચમાં દિવસે  કુલ ૫૯  ઉમેદવારી પત્ર રજૂ થયા હતા . 

જ્‍યારે જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે ની ચૂંટણી અન્‍વયે આજે પાંચમા દિવસે ૪૨ ઉમેદવારી પત્ર ભરાયા હતા .

તેમજ જિલ્લા ની છ  તાલુકા પંચાયત ની ૧૧૨ બેઠકો ની ચૂંટણી માટે આજે ૧૬૯  ઉમેદવારો એ પોતા ની ઉમેદવારી નોંધાવી છે.

ઉપરાંત સિક્કા નગરપાલિકાની ૨૮ બેઠકની ચૂંટણી માટે આજે ૧૦ ફોર્મ ભરાયા છે . આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, જ્‍યારે ભાજપે આજે સુધી પોતાના એક પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. જે તમામ આવતીકાલે શનિવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિવિધ રાજકીય પક્ષના બાકી બેઠક માટે ના  ઉમેદવારો પણ શનિવારે  ઉમેદવારી નોંધાવશે. 

(1:59 PM IST)