<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

કચ્‍છમાં સતત બીજે દિ' હત્‍યાઃ અંજારમાં જૂની અદાવતમાં યુવાનને છરી ઝીંકી દીધી

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: નાની મોટી વાતોમાં ઉશ્‍કેરાટ સાથે આવેશમાં આવી હત્‍યા નિપજાવવાના બનાવો સમાજમાં ચિંતા સર્જી રહ્યા છે. કચ્‍છમાં સતત બીજે દિવસે હત્‍યાનો બનાવ બન્‍યો છે. અંજારમાં પોતાના મામા દિનેશભાઈ હડીયા પાસે નવું ગેરેજ શરૂ કરવાની સલાહ લેવા ભાણેજ પરેશ માલસત્તર આવ્‍યો હતો. મામા ભાણેજ વાતો કરી રહ્યા હતા ત્‍યારે ત્‍યાં બાઈક ઉપર દીપક મહેશ્વરી આવ્‍યો હતો. દીપકે ત્‍યાં ઉભેલા પરેશ માલસત્તરને સાથળના ઉપરના ભાગે છરી ઝીકી દીધી હતી અને બાઈક છોડી તે નાસી ગયો હતો. છરીના જીવલેણ ઘા ને કારણે ઇજાગ્રસ્‍ત પરેશનું સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યું હતું. સારવાર દરમ્‍યાન ઇજાગ્રસ્‍ત હાલતમાં પરેશે જણાવ્‍યું હતું કે અગાઉ સાથે કામ કરતી વખતે તેની દીપક મહેશ્વરી સાથે બોલાચાલી થઈ હોઈ જૂની અદાવતમાં તેણે છરી હુલાવી દીધી હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:40 AM IST)