તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 11th April 2026
વિકાસની ધાર, આપણુ સરધાર, ૨૦ વર્ષ જનપ્રતિનિધિ રહયાનો સંતોષઃ ચેતન પાણ
રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ સૌને થેન્ક યુ કહયુ

રાજકોટ, તા.૧૧: સરધાર નિવાસી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ચેતન પાણ જણાવે છે કે, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય તરીકેની મારી ત્રીજી ટર્મ પુર્ણ છે. ત્યારે પાછલા ૨૦ વર્ષના સંભારણા અને સેવાકાર્યોનો સંતોષ સૌ સાથે વહેંચતા ગૌરવ અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીએ મારા પર મુકેલ વિશ્વાસ અને આપ સૌ દેવતુલ્ય મતદારોએ મને પ વર્ષ સરધાર ગ્રામ પંચાયત સદસ્ય અને ૧૫ વર્ષ તાલુકા પંચાયત સદસ્યતરીકે જે સેવા કરવાની તક આપી, તે મારા જીવનની અમુલ્ય મુડી છે.
ચેતન પાણ જણાવે છે કે સરધારના વિકાસ માટે પક્ષના માર્ગદર્શન અને સરકારશ્રીના વિવિધ વિભાગોમાં રજુઆતોના પરીણામે આપણે સાથે મળીને આ કામો પુર્ણ કર્યા છે. આધુનિક બસ-સ્ટેન્ડ, અદ્યતન ગ્રામ પંચાયત કચેરી, અને ગામના રોડ રસ્તાઓ, આખા ગામમાં ભુગર્ભ ગટર યોજના અને રાત્રીના પ્રકાશ માટે LED લાઈટોની સુવિધા. પીવાના પાણી માટે જુથ યોજના અને પાણીનો ઉચો ટાંકો, આનંદનગર કવાટર વિસ્તાર માટે કાયમી તળાવનું પાણી મળી રહે તે માટે પાણીની પાઈપ લાઈન. ખેડુતો માટે સૌની યોજના દ્વારા સિંચાઈની વ્યવસ્થા. પ્રાથમીક શાળાઓમાં અત્યાધુનિક સુધારા અને દાતા સાથ સહકારથી ભવ્ય હાઈસ્કુલનું નિર્માણ. શાંતિધામ સ્મશાનમાં વિવિધ દાતાશ્રી અને સરકાર દ્વારા વિકાસ કાર્યો. વિવિધ ધાર્મિક સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું. સ્વચ્છતા માટે ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ટ્રેકટર અને ઘરે ઘરે ડસ્ટબીન. માલઢોર માટે અવેડાની વ્યવસ્થા રાખેલ છે. કોરોના કાળના સમયમાં દાતાશ્રીઓના સહયોગથી ઓક્સિજનના બાટલા તેમજ દવા અને જરૂરીયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરેલ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મંત્રને સાર્થક કરતા આ ૨૦ વર્ષમાં સંગઠન અને શકિતનો જે સાથ મળ્યો છે. તે માટે હું પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ અને મિત્રોનો આભારી છું. પદ ભલે પુર્ણ થતું હોઈ પણ ભાજપના એક સનિષ્ઠ કાર્યકર તરીકે જનસેવા અને સંગઠનનું કાર્ય અવિરત ચાલુ રહેશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
