<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

વાંકાનેર પાલિકાની ચૂંટણીઃ વોર્ડ નં.૪માં ફોર્મની ચકાસણી પહેલાં જ કોંગ્રેસના ત્રણ ઉમેદવારો બિનહરિફ

‘અકિલા'ના સિનિયર પત્રકાર મોહંમદભાઇ રાઠોડની પેનેલે ચોકો માર્યો

વાંકાનેર, તા.૧૩: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં મિક્‍સર ઋતુમાં રાજકીય ગરમાવો દિન પ્રતિદિન તેજ બન્‍યા બાદ કોંગ્રેસ ભાજપ આપ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે ત્‍યારે વાંકાનેરમાં પ્રજા પ્રશ્‍નોને ઉજાગર કરી સત્‍યને વાચા આપી પ્રજાના પ્રશ્‍નોને પ્રાધાન્‍ય પૂરું પાડનાર અકીલા દૈનિકના સિનિયર પત્રકાર મહમદભાઈ રાઠોડની પેનલ વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસ પાર્ટી માં દાવેદારી સાથે ફોર્મ ભર્યાની સાથે જ ફ્રોમ ચકાસણી પૂર્ણ થયા પહેલા જ એક સાથે ત્રણ કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

વોર્ડ નંબર ૪ ના વિસ્‍તારમાં કુલ પાંચ ફોર્મ રજૂ થયા હતા અને જેમાં ચાર કોંગ્રેસના અને એક ફોર્મ અન્‍ય ઉમેદવારનું નોંધાયું હતું જે રાજકીય ક્ષેત્રે વાંકાનેરના વોર્ડ નંબર ચારમાં લોકપ્રિય મહમદભાઈ રાઠોડ સાથે બિન હરીફ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો હાલ વાંકાનેરમાં પાયાની પ્રાથમિક સુવિધા સહિત ઘણી પ્રજાલક્ષી બાબતે રજૂઆત કરી લોકોના હૃદયમાં સ્‍થાન પ્રાપ્ત કર્યું છે તેવા મામદભાઈ રાઠોડ એ ભૂતકાળ અને વર્તમાનમાં પાણી રોડ રસ્‍તા લાઈટ અંગે સતત એલર્ટ રહ્યા છે જેના પરિણામે ચૂંટણીમાં રાઠોડનું પલ્લું ભારે રહ્યું છે અખબારના માધ્‍યમથી લોકોના પ્રશ્‍નોની સાથે એક રાજકીય નેતા તરીકે પણ મહમદભાઈ રાઠોડ લોકોના પ્રશ્‍નોને હલ કરવા કાયમ તત્‍પર રહ્યા છે

(1:35 PM IST)