<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજુ કર્યા

કાલસારીની બેઠક પર સતત બે ટર્મ ચૂંટાયેલા ચંદ્રિકાબેન વાડોદરિયાએ ત્રીજી વખત સરસઈ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્‍યું

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ તા.૧૩, વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાના જણાવ્‍યા અનુસાર વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં સત્તાવાર ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભરી દીધા છે.

જિલ્લા પંચાયતની કાલસારી બેઠક પર ખીમાભાઈ દેવાયતભાઈ બલદાણીયા, સરસઈની બેઠક પર શ્રીમતિ ચંદ્રિકાબેન કરશનભાઈ વાડદોરીયા તથા મોટી મોણપરીની બેઠક પર લાલજીભાઈ કોટડીયાની પસંદગી કરવામાં આવી છે.

જ્‍યારે વિસાવદર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ પ્રમાણે પસંદગી કરવામાં આવી છે. (૧) કાલાવડઃ નેહાબેન રાજેશભાઈ ચણીયારા (૨) પ્રેમપરા : વિજયાબેન લાલજીભાઈ કોટડીયા (૩) લીમધ્રાઃમનીષાબેન અશ્વિનભાઈ વણાર (૪) મોટી-મોણપરીઃગોવિંદભાઈ પોપટભાઈ વોરા (૫) બરડીયાઃ લાભુબેન સામજીભાઈ સાવલીયા (૬) નાની-મોણપરીઃજયસુખભાઈ બિજલભાઈ ચૌહાણ (૭) જેતલવડઃજયશ્રીબેન રાજેશભાઈ વિક્રમા (૮) શોભાવડલાઃ ભરતભાઈ ધિરુભાઈ કથીરીયા (૯) ભુતડીઃ પિન્‍ટુભાઈ વલ્લભભાઈ હિરપરા (૧૦) કાલસારીઃ વિનુભાઈ ભીખાભાઈ ફાંગડીયા (૧૧) ભલગામઃનિર્મળાબેન જયંતીભાઈ મારૂ (૧૨)વેકરીયાઃ શિલ્‍પાબેન યોગેશકુમાર દવે (૧૩) ઢેબરઃ શ્રધ્‍ધાબેન વૈયદીપભાઈ કથીરીયા (૧૪) નાના-કોટડાઃ કિરણબેન પ્રવિણભાઈ માલવિયા (૧૫) મોટા-કોટડાઃ વિજયકુમાર કેશુભાઈ લિંબાસીયા (૧૬) મોણીયા : દુધીબેન રાજેશભાઈ રાઠોડ (૧૭) ખંભાળીયાઃલક્ષમણભાઈ ગોવાભાઈ વાવેચા (૧૮) સરસઈઃમયુરભાઈ વિનુભાઈ સાવલીયાનો સમાવેશ થાય છે.

(10:47 AM IST)