News of Monday, 13th April 2026
વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો
જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાનાં ધર્મપત્ની કૈલાસબેન સરસઈની બેઠક પર ઝંપલાવ્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ તા.૧૩, વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિધિવત ઉમેદવારીપત્રો ભરી દીધા છે.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાનાં ધર્મપત્ની કૈલાસબેન સરસઈની બેઠક પર ઝંપલાવ્યું છે.
વિસાવદર તાલુકાનાં જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની વિગતો આ પ્રમાણે છે. (૧) સરસઈ કૈલાશબેન હરેશભાઈ સાવલિયા (૨) કાલસારી : રાજેશભાઈ કાનજીભાઈ પાટડીયા (૩) મોટી મોણપરી : જયસુખભાઈ ભાયાભાઈ પાઘડાળનો સમાવેશ થાય છે.
જ્યારે વિસાવદર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની વિગતો આ પ્રમાણે છે. (૧) નાની મોણપરી : દિનેશભાઈ અરજણભાઈ રામોલીયા (૨) બરડિયાઃનૈનાબેન મનીષભાઈ વઘાસીયા (૩) લીમધ્રા : જાગળતિબેન મનીષભાઇ ઝાલાવડિયા (૪) પ્રેમપરાઃ વિજયાબેન ગોપાલભાઈ રૈયાણી (૫) સરસઈ : ગોપાલભાઈ બચુભાઈ સાવલિયા (૬) મોણીયા મંજુલાબેન મનસુખભાઈ રાઠોડ (૭) ખંભાળિયા : ભનુભાઈ ઉકાભાઈ ઝીઝુંવાડીયા (૮) ઢેબરઃ મુક્તાબેન વ્રજલાલ સુખડીયા (૯) નાના કોટડાઃ અરુણાબેન ચંદ્રકાંતભાઈ રફાળીયા (૧૦) મોટા કોટડાઃ સવાઈગર લાલગરભાઈ મેઘનાથી (૧૧) કાલસારીઃ કાજલબેન મનુભાઈ અમીપરા (૧૨) જેતલવડ : ગુલાબબેન હરદેવભાઈ વિકમા (૧૩) મોટા ભલગામઃરૂપાલીબેન કિશોરભાઈ ઉમરેટીયા (૧૪) શોભાવડલાઃ હસમુખભાઈ જીવરાજભાઈ બરવાળીયા (૧૫) ભૂતડીઃશારદાબેન રતિલાલ માંગરોળીયા (૧૬) વેકરીયા : માનસીબેન ભદ્રેશભાઈ બાબરીયા (૧૭) કાલાવડઃ ઇન્દુબેન ધીરુભાઈ ટાંક (૧૮) મોટી મોણપરીઃધર્મેશ હરેશભાઈ કાનાણીનો સમાવેશ થાય છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
