News of Monday, 13th April 2026
માણાવદરના જુગારના ગુન્હામાં બે વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયો

જુનાગઢ, તા. ૧૩: માણાવદર પો.સ્ટે. જુ.ધા.કલમ.૧૨ મુજબના ગુનાના કામનો આરોપી અમિત કિશોરભાઇ વોરા ઉ.વ.૩૩ ધંધી.મજુરી રહે.રંગોલી પાર્ક પી બ્લોક છઠ્ઠા માળે રૂમ નં.૬૦૭ કટારીયા ચોકડી રાજકોટ વાળો સદરહું ગુનાના કામે સને-૨૦૨૪ થી નાસતો ફરતો હોય, અને તે હાલમાં તેમના ઘરે હાજર હોવાની હકીકત મળતા મળી આવતા મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માણાવદર પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ.
આ સારી કામગીરીમા જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર કે.જી.મોડ તથા પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, ડી.બી.ખેર તથા પોલીસ સ્ટાફ એ.એસ.આઇ. ગીરૂભા પ્રદ્યુમનસિંહ, પ્રદ્યુમનસિંહ રતુભા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ. પ્રવિંણસિંહ પીઠ્ઠાભાઇ, અરવિંદભાઇ રસીકભાઇ નાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
