News of Monday, 13th April 2026
માણાવદર તાલુકા અને જિલ્લા પંચાયતમાં ત્રિપાંખિયો જંગઃ રાજકારણમાં ઉથલપાથલ થશે
કોંગ્રેસ ભાજપ અને આપ પાર્ટી વચ્ચે જંગઃ અનેક ચૂંટણી આવી ને ગઈ પ્રાણ પ્રશ્નો યથાવત હોવાની જનતાની ચર્ચાઃ તા.૫ં ની ૧૬ બેઠકો અને ૩ જિલ્લા પંચાયત ચૂંટણી થશે

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા.૧૩: માણાવદર તાલુકાના ૫૬ ગામો માં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ની સીટો ની ચૂંટણી થશે.જેમાં તા.પંચ. માં ૧૬ સીટો અને ૩ જિલ્લા પંચાયત ચૂંટણી થશે આ ચૂંટણી માં આ વખતે તાલુકા માં આમ આદમી પાર્ટી ની થોડા સમય પહેલા એન્ટ્રી થઈ તેઓ એ જનહિત માં સૌથી પહેલા એન્ટ્રી રિવર ફ્રન્ટ ના મુદ્દા ઉપર થી કરી અને સમગ્ર ગુજરાત માં હાહાકાર મચાવી દીધો કેમકે છેલ્લા અનેક સમયથી આ ૨૪ કરોડ રૂપિયા ખર્ચ કરી રિવર ફ્રન્ટ બનાવી ધૂળ ખાતો ઊભો હતો તેને આમ જનતા નેતા ઓ એ રિવર ફ્રન્ટ સાંભળવાની વાત કરી અને વાત સમગ્ર ગુજરાત પ્રદેશ સુધી પહોંચી અને એવી હલચલ મચી ગઈ કે ભાજપ નેતાઓ ધારાસભ્ય અરવિંદ લાડાની દોડતા આવી ગયા ને પ્રવાસન વિભાગ ના અધિકારી પણ આવી ગયા ને મોટા ઉપાડે જાહેરાત કરી કે પ્રવાસન વિભાગ સાંભળશે જોકે આ વાત ને ૬ મહિના વીતીગ્યા હજી કાય થયું નથી પણ જનતા માં આમ આદમી પાર્ટી એ જનતા ની રગ જાણી પકડી લીધી પણ દગડ થી દિલ્હી બીજેપી સરકારે કે પક્ષ પલટી મારનારા ને કેમ કાય કર્યું નહીં? તેવી ચર્ચા પ્રજા માં થઈ રહી છે
ગત વર્ષે આમ આદમી પાર્ટી નોહતી આ વખતે કોંગ્રેસ બીજેપી ને આમ આદમી પાર્ટી ત્રિપાંખાયો જંગ થશે તેમાં ગત વર્ષે કોંગ્રેસ ના ૭ અને બીજેપી ના ૮ એક અપક્ષ ઉમેદવાર હતા તેમાં બે ઉમેદવારો ને સામેલ કરી બીજેપી સરકાર બની અને ૫ વર્ષ સાશન હતું ૫ કોંગ્રેસ સભ્યો અડીખમ રહ્યા બે સભ્યો બીજેપી માં ભળી ગયા હતા એટલે આ તાલુકામાં હજી કોંગ્રેસ નું સ્થાન અડિખમ છે કે મકે ગત વર્ષે માત્ર એક સીટ નો ફેર હતો એમાં આ વખતે આમ જનતા પાર્ટી રિવર ફ્રન્ટ સાંભળવાની વાત કરી એન્ટ્રી કરવા ની વાત કરીએ તો માણાવદર થી ગાંધીનગર સુધી હલચલ મચી ગઈ હતી તેથી આમ જનતા માં માનો ન માનો કયાંક ને કયાંક જનતા માં ચર્ચા થઈ રહી છે કે આ કંઈક કરશે.
જો સંપૂર્ણ દગડ થી દિલ્હી બીજેપી સરકાર હોવા છતાં પ્રજા ન રૂપિયા થી બનેલા રિવર ફ્રન્ટ બનાવવામાં આવ્યું તેને સાંભળી ન શકતા હોય તો ખર્ચ કેમ કર્યો તે ચાલુ કરવામાં નિષ્ફળ ગયા તેની નોંધ જનતા ભૂલી નથી તેવુંજ શહેર ના પ્રાણ પ્રશ્નો અને ભ્રષ્ટાચાર ની માંગ બીજેપી નેતા ઓ ચૂંટણી ટાણે વચનો આપ્યા પરિણામ શૂન્ય થયું જેને જનતા ને યાદ કરી ચર્ચા પ્રજા કરે છે તેની અસર તાલુકા પંચાયત ચૂંટણી માં થશે
તો માણાવદર તાલુકાના રેલવે લાઈન, નવા ઉદ્યોગ ના કરી શકયા, પાક વીમો, ગામડાના અનેક રસ્તાઓ પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, એક વર્ષ થી દગડ ડેમ રિપેર કરાવવામાં મોડું થયું તે બીજેપી નેતા અને સરકાર નિષ્ફળ ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે ડેમ માં જે ૧૧ ગામો ને ફાયદો થાય છે. તો વંથલી હાઇવે રોડ માં લોટ પાણી લાકડા ની સ્થિતિ ને કોંગ્રેસ નેતા એ ઉજાગર કરી તેને ફરી રોડ બનાવવો પડ્યો તે ભ્રષ્ટાચાર ની ચાડી ખાય છે? આમ આદમી પાર્ટી ના ૧૬ ઉમેદવારો એ ફોર્મ ભર્યા તેમાં પૂર્વ મંત્રી ના ટેકેદારો હોવાની ચર્ચા થઈ રહી છે તેથી આ તાલુકા માં વગર ચૂંટણીએ રાજકીય હલચલ મચાવી દીધી છે અત્રે યાદ રાખવું પડશે કે બીજેપી આ પેહલા ની ચૂંટણી આમ આદમી પાર્ટી ના નેતા એ ૨૫ હજાર મતો મેળવ્યા હતા અને બીજેપી નેતા જીત્યા હતા એટલે આમ આદમી પાર્ટી નું કયાંક ને કયાંક જનતા માં વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. તે માં પણ હવે આમ આદમી પાર્ટી ને પૂર્વ મંત્રી ના ટેકો મળે તો બે બાજુ ફાયદો થઈ શકે છે એક મંત્રી ના ટેકેદારો મતદારો બીજું આમ આદમી પાર્ટી તરફે આમ જનતા નો ઝુકાવ કયાંક ને કયાંક રાજકીય ધરતીકંપ સર્જાશે.
તો આમ જનતા માં ચર્ચા થાય છે કે બીજેપી નેતા ના ટેલિફોનીક ચર્ચા અને વાણી વર્તન ભૂંડી ભૂમિકા ભજવે તો નવાય નહીં. થોડા ઘણા કામો થયા હશે તે કામ આવશે. આ ચૂંટણી તાલુકા માં પરિવર્તન થશે તે હાલ સ્થિતિ દર્શાવે છે ત્રિપાંખ્યો જંગ હોય મત ક્રોસિંગ થશે કોંગ્રેસ નું સ્થાન બીજેપી સામે અડિખમ છે આમ આદમી પાર્ટી પાટી હાલ ક્લીન છે. અને ખેડૂતો અપેક્ષા રાખે છે તેનો ઝુકાવ કેવો હોય તે અસર થઈ શકે છે. જોવું રહ્યું આગામી સમયમાં તાલુકા માં કેવું પરિવર્તન થશે?
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
