News of Monday, 13th April 2026
દ્વારકાના દરિયામાં લાઇન ફિશીંગ કરતી પપ માછીમારી બોટો સામે કાર્યવાહી

ખંભાળીયા તા.૧૩: અમુક માછીમારી બોટના માલીકો દ્વારા તેમની માછીમારી બોટના ટંડેલને લાઈન ફિશીંગ કરીને વધુમાં વધુ માછલીઓ પકડવા માટે સુચનાઓ કરેલ હોય જેથી આશરે ૫૫ જેટલી માછીમારી બોટ ઓખા મઢીના દરિયાઈ વિસ્તારમાં લાઈન ફિશીંગ કરે છે તે હકીકત આધારે આગળની કાર્યવાહી હાથ ધરી એક ખાનગી માછીમારી બોટ લઈને બાતમી મળેલ તે જગ્યાએ દરિયા અંદર જતા ઓખામઢીથી પશ્વિમે આશરે ૦૮ નોટીકલ માઈલ દુર અલગ-અલગ ચાર ગળપમાં માછીમારી બોટો જોડાઈને લાઈન ફિશીંગ કરતી કુલ-૫૫ માછીમારી બોટ મળી આવેલ. જેમાં એક ગળપમાં ૧૩ તેવા ૦૩(ત્રણ) ગળપ અને એક ગળપમાં ૧૫ હોય તેવું એક ગળપ લાઈન ફિશીંગ કરતા મળી આવેલ હોય જેથી તમામ માછીમારી બોટના ટંડેલને માછીમારી બોટોને જોડીને લાઈન ફિશીંગ કરવા બાબતે પુછપરછ કરતા વધુ પ્રમાણમાં માછલીઓ મળી રહે તે સારૂં બોટ માલીક દ્વારા અવારનવાર સુચના કરવામાં આવેલ હોય અને વધુ માછલી મેળવવા સારૂ લાઈન ફિશીંગ કરવાથી માછલીઓ મળશે તેમ જણાવતા બોટ માલીક દ્વારા લાઈન ફિશીંગ કરીને વધુ માછલીઓ પકડી પાડવા સારૂં જણાવેલ હોય જેથી લાઈન ફિશીંગ કરતા હોવાની હકીકત જણાવેલ.
આમ, આ કામે માછીમારી બોટના માલીક તથા ટંડેલ દ્વારા ગેરકાયદેસર રીતે ફિશરીઝ એક્ટ(સુધારો બીજો)૨૦૨૫ના નિયમ નંબર.૩માં જણાવેલ વિગતે નિયમ નંબર.૭માં ઉમેરવામાં આવેલ પેટા નિયમો પૈકીના નિયમ નંબર.૪૩નો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી તે તમામ માછીમારી બોટ કુલ-૫૫ વિરૂધ્ધમાં ફિશરીઝ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી વી.એ.રાણા, પોલીસ ઈન્સપેકટર, સ્પેશ્યલ ઓપરેશન ગળપ, ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, એ.એસ.આઈ., એસ.ઓ.જી., હરદાસભાઇ જીવાભાઇ મોવર, કિશોરસિંહ ભગુભા જાડેજા, પોલીસ હેડ કોન્સ., એસ.ઓ.જી., ખેતશીભાઇ રામભાઇ મુન, વજાભાઇ ગાંગાભાઇ લાંબરીયા, દિનેશભાઇ દેવશીભાઇ ચાવડા, પોલીસ કોન્સ., એસ.ઓ.જી.એ કરી હતી
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
