<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કેશોદમાં રિસામણા - મનામણાના દોૈર વચ્‍ચે ત્રિપાંખીયો જંગ જામશે

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને માત્ર ૧૨ દિ' ની વારઃ ઉમેદવારો માટે ‘રાત ટૂંકી ને વેશ જાજા' જેવી સ્‍થિતિ : ભાજપના લગભગ ૭૫% નવા ‘ચહેરા': પાછળ છુપાયેલા ‘જુના મોહરા' કાર્યરત !: ટિકિટથી વંચિત રહી જતા મહિલાઓ સહિત કેટલાય અગ્રણીઓ કાર્યકરો નારાજ : કહેવાય છે કે, એક સમયે મહિલા ઉમેદવારો ને શોધવા જવી પડતી હતી, પ્રવર્તમાન સમયમાં મહિલાઓ પણ ચૂંટણી લડવા ઉત્‍સુકઃ વોર્ડ નં. ૫ ના એક ઉમેદવારે ટિકિટનો અસ્‍વીકાર કરતા ભાજપે છેલ્લી ઘડીએ અન્‍ય એક મહિલા ઉમેદવારનું નામ જાહેર કરવું પડ્‍યું

( સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૩: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને હવે માત્ર ૧૨ દિવસ જેવો સમય બાકી છે ત્‍યારે ‘‘રાત ટૂંકી અને વેશ જાજા'' જેવી સ્‍થિતિ વચ્‍ચે ત્રણેય પક્ષો દ્વારા છેલ્લી ની ઘડીએ ઉમેદવારોના નામ જાહેર થતા ગત શનિવારે ચૂંટણી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવ્‍યા બાદ રીસામણા - મનામણાં ના દોર વચ્‍ચે ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધેલ છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી ૨૦૨૬ ની ચૂંટણીને કેશોદ મતવિસ્‍તાર સાથે લાગે વળગે છે ત્‍યાં સુધી કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠકો, તાલુકા પંચાયત ની ૧૮ બેઠકો તથા જિલ્લા પંચાયતની ૪ બેઠકોનો સમાવેશ થાય છે. જેની ચૂંટણી પ્રક્રિયા આગામી તા. ૨૬ એપ્રિલ ના રોજ યોજાશે. જેમાં ભારે રસાકસી સાથે સાથે ત્રિપંખીઓ જંગ જામશે.કેશોદ નગરપાલિકાની વાત કરીએ તો ગત ટર્મ મા કુલ ૩૬ માંથી ૩૨ સદસ્‍યોની સંખ્‍યા બળ સાથેનું ભાજપનું શાસન હતું. જેની મુદત ગત માર્ચ મહિનામાં પૂર્ણ થયા બાદ બીજી એપ્રિલના રોજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી જાહેર થતાં અગાઉથીજ આ છેલ્લી ટર્મના તમામ સભ્‍યો સહિત ચૂંટણી લડવા ઈચ્‍છતા અન્‍ય કાર્યકરો એ પોતાને ટિકિટ મળશે જ તેવી આશા સાથે ચૂંટણીલક્ષી વ્‍યક્‍તિગત સંપર્કો શરૂ કરી દીધેલ હતા સાથે પોતાને ટિકિટ મળે તે માટે આગેવાનોની ભલામણો શરૂ કરાવેલ હતી.પરંતુ શનિવારે ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય શુક્રવારે મોડી રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાતા અને માત્ર આશરે ૨૫% જેવા જ ઉમેદવારો રિપીટ થતા અને બાકીના તમામ ૭૫% જેવા ઉમેદવારો ‘‘નવા ચહેરા'' જણાતા ચૂંટણી લડવા ઈચ્‍છુક પૂર્વ સદસ્‍યો ઉપરાંત અનેક મહિલાઓ સહિત કાર્યકરો તેમજ આગેવાનો એ જાહેરમાં આક્રોશ સાથે નારાજગી વ્‍યક્‍ત કરેલ. જાણકારોનું કહેવું છે કે એક સમયે સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં પેનલ પૂરી કરવા માટે મહિલા ઉમેદવાર ને શોધવા જવી પડતી હતી. જ્‍યારે પ્રવર્તમાન સમયની વાસ્‍તવિકતા એ છે કે, હાલ મહિલાઓ ચૂંટણી લડવા માટે ભારે ઉત્‍સુક જણાઇ રહે છે! ત્‍યારે મહિલાઓમાં આ અંગે જાગળતતા આવેલ હોવાનું જણાઈ રહેલ છે. આ સ્‍થિતિ વચ્‍ચે કેશોદ ભાજપના જુનાજોગી મનાતા જમનભાઈ લાડાણી ને ભાજપ દ્વારા નજર અંદાજ કરાતા તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા આપ તરફથી ચૂંટણી લડશે. એ જ રીતે ભાજપના મહિલા અગ્રણી શારદાબેન રાખોલીયા પણ ભાજપ સાથે છેડો ફાડી આપ માં જોડાઈ જતા તેઓને પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવેલ છે. બીજી તરફ પૂર્વ સદસ્‍ય વિવેકભાઈ મગનભાઈ કોટડીયા ને તેમના બદલે તેમના પત્‍ની રેખાબેન ને વોર્ડ નંબર પાંચ માંથી ભાજપ દ્વારા ટિકિટ ની ઓફર કરવામાં આવેલ અને ઉમેદવારોની યાદીમાં તેઓનું નામ પણ જાહેર કરી દેવામાં આવેલ પરંતુ તેઓ દ્વારા આ ઓફર નો અસ્‍વીકાર કરાતા અંતે છેલ્લી ની ઘડીએ બીનાબેન વિપુલભાઈ ઠુંમ્‍બર ને આ બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવેલ છે. આ પ્રકારની બાબતોએ ભાજપ વર્તુળો મા ભારે ચર્ચાનું જોર પકડેલ છે. લગભગ પ્રત્‍યેક ચૂંટણીઓમાં નવા અથવા અજાણ્‍યા ‘‘ચહેરા'' પરની પસંદગી ભાજપની એક ‘‘પેટન'' બની ગયેલ છે. આ અંગે જાણકારો કહે છે કે, કહેવાતા નવા અથવા અજાણ્‍યા ચહેરા પાછળ છુપાયેલા ‘‘જુના અને જાણીતા મોહરા'' કાર્યરત હોય છે !

 સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી આગામી તારીખ ૨૬ છે. બીજા શબ્‍દોમાં કહીએ તો ચૂંટણીને માત્ર ૧૨ દિવસ જેવો જ ટૂંકો સમય બાકી રહેલ છે. એક તરફ ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી તો બીજી તરફ ઉમેદવારો માટે લોક સંપર્ક પણ જરૂરી અને આ માટે જે તે વોર્ડના જાણકાર અને અનુભવી જુના આગેવાનો અને કાર્યકરો ને ચૂંટણી પ્રચારમાં સાથે રાખવા જરૂરી હોય અગ્રણીઓ દ્વારા અસંતુષ્ટો ને યેન કેન પ્રકારે મનાવી ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચારમાં જોડવા ના પ્રયાસો હાથ ધરવામાં આવેલ હોવાનું કહેવાય છે.દરમિયાન શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરાણીયા ના જણાવ્‍યા મુજબ ભાજપ પાલિકાની તમામ ૩૬ બેઠક પરથી ભાજપના ઉમેદવારો એ ચૂંટણી ફોર્મ ભરેલ છે.જ્‍યારે શહેર કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ લાડાણીએ પણ જણાવેલ હતું કે સ્‍થાનિક પાલિકામાં કોંગ્રેસે ૩૬ બેઠક પર સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ગોઠવી દીધેલ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાકેશભાઈ વણપરિયા નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, વોર્ડ નંબર ૩ માં એક,વોર્ડ નંબર ૬ માં ત્રણ અને વોર્ડ નંબર ૮ માં એક બેઠક મળી કુલ પાંચ બેઠક બાદ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો કુલ ૩૧ બેઠક પરથી ચૂંટણી લડશે. આમ કુલ નવ વોર્ડ નો વિશાળ વિસ્‍તાર ધરાવતી સ્‍થાનિક નગરપાલિકા ચૂંટણીમાં પ્રત્‍યેક વોર્ડ દીઠ ૪ - ૪ ઉમેદવારો ની પેનલ બનાવીની ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એ તમામ ૩૬ બેઠકો પરથી પેનલ ટુ પેનલ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો એ વોર્ડ નંબર ૧-૨-૪-૫-૭-૯ મળી કુલ છ વોર્ડ માં પેનલ ટુ પેનલ જ્‍યારે વોર્ડ નંબર ૩ માં ત્રણ વોર્ડ નંબર ૬ માં એક તથા વોર્ડ નંબર આઠમા ત્રણ બેઠક મળી કુલ ૩૧ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવેલ છે. દરમિયાન અન્‍ય ૧૭ મળી કુલ ૧૨૦ જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ કેશોદ તાલુકા પંચાયત ની તમામ૧૮ બેઠકો તેમજ કેશોદ મતવિસ્‍તારને લાગુ પડતી જુનાગઢ જિલ્લા પંચાયતનીઅગતરાય, અજાબ, બાલાગામ અને મેસવાણ એમ ચારેય બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડનાર છે, ત્‍યારે પ્રવર્તમાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રસાકસી સાથે આ વિસ્‍તારમાં ત્રિપાંખીઓ જંગ જામશે

(1:26 PM IST)