હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુરમાં નજીવી બાબતે વેપારી પરિવાર ઉપર ખૂની હુમલોઃ ૬ શખ્સોની ધરપકડ
કારમાં તોડફોડ કરીઃ વેપારી પરિવારના પાંચને ઇજાઃ પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા

તસ્વીરમાં ખુની હુમલામાં પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૩ :.. જેતપુરમાં નજવી બાબતે વેપારી પરિવાર ઉપર તલવાર-છરી અને પાઇપથી ખૂની હુમલો થતા પાંચને ઇજા થઇ હતી. પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતાં.
અત્રેના જૂનાગઢ રોડ લાયન્સ સ્કૂલ પાસે રહેતા ખોડીદાસભાઈ દાફડા નો પુત્ર રાહુલ તેના મિત્ર કરણ સાથે ગુણાતીત નગર માં મેદાનમાં બેઠા હતા ત્યારે રણુજા સોસાયટીમાં રહેતા આશિષ માધાભાઇ ચાવડા, જયદીપ ધીરુભાઈ ચાવડા એ કોઈ કારણો સર ગાળો આપી ઘેર જતા રહેવા કહેતા જતા રહેલ બાદમાં આશિષ માધાભાઇ ચાવડા, તેનો ભાઈ નિખિલ, જયદીપ ધીરુભાઈ ચાવડા, દેવ અનિલભાઈ ચાવડા, રોહન દિનેશભાઈ ચાવડા, આશિષ નો સાળો કેવલ ગોહેલ તમામ શખ્સો એ એક સંપ કરી તલવાર, છરી, લોખંડના પાઇપ વડેખુની હુમલો કરી ત્યાં પડેલ કાર માં તોડફોડ કરી ધમકી આપી જતા રહેલ આ ખુની હુમલા માં ખોડીદાસભાઈ, લતાબેન અનિલભાઈ દાફડા, રાહુલ, ભૂમિબેન ધર્મેશભાઈ સોલંકી, હિરલ અશોકભાઈ મારું ને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલ ખાતે રવાના કરેલ જ્યાં થી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરતાં શહેર પોલીસે ઇજાગ્રસ્ત વેપારી ખોડીદાસભાઇ મેઘજીભાઇ દાફડા રે. લાયન્સ સ્કુલની બાજુમાં જેતપુર - જુનાગઢ રોડ જેતપુરની ફરીયાદ ઉપરથી ઉકત ૬ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો.
દરમિયાન જેતપુર પી.આઇ. એ. ડી. પરમાર તથા સ્ટાફે ખૂની હુમલામાં સંડોવાયેલ ૬ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપી આશિષ માધાભાઇ ચાવડા તથા જયદીપ ધીરૂભાઇ ચાવડા સાથે અગાઉ જેતપુરમાં બે ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી જેતપુર સીટી પો. સ્ટે.ના પો. ઇ. એ. ડી. પરમાર, પો. સ. ઇ. આર. બી. બલદાણીયા, પો. સ. ઇ. બી. ડી. મારૂ, એ.એસ.આઇ. મીલનસિંહ ડોડીયા, પો. હે. કો. નિલેશભાઇ ડાંગર, સારગભાઇ મકવાણા, રાણાભાઇ વકાતર, પો. કો. હાર્દિકભાઇ ભીંભા તથા મચ્છાભાઇ ચીરોડીયા કરેલ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
