<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક: એક જ દિવસમાં 13,745 બોક્સ ઠલવાયા, હાફુસના ભાવ ₹7000 સુધી પહોંચ્યા

કેસર કેરીના 12,969 બોક્સ સાથે યાર્ડમાં તેજી — 10 કિલો કેસર ₹500થી ₹1700, 20 કિલો ₹1000થી ₹3400; બદામ, રાજાપુરી, કાચી કેરીની પણ નોંધપાત્ર આવક

ગોંડલ તા.૧૩  : સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવાર, 13 એપ્રિલ 2026ના રોજ કેસર કેરીની ધૂમ આવક નોંધાઈ છે. એક જ દિવસમાં યાર્ડમાં કુલ 13,745 કેરીના બોક્સ ઠલવાયા હતા, જેમાંથી એકલા કેસર કેરીના જ 12,969 બોક્સ હતા. આ સિવાય બદામ કેરી, હાફુસ કેરી, લાલબાગ કેરી, રાજાપુરી કેરી, કાચી કેરી અને તોતાપુરી કેરીની પણ આવક થઈ હતી.

 

આજના બજાર ભાવની વાત કરીએ તો 10 કિલોના બોક્સમાં હાફુસ કેરીનો ભાવ ₹1000થી ₹3500, બદામ કેરીનો ભાવ ₹500થી ₹600, રાજાપુરી કેરીનો ભાવ ₹900થી ₹1200 અને કેસર કેરીનો ભાવ ₹500થી ₹1700 રહ્યો હતો. જ્યારે 20 કિલોના બોક્સમાં હાફુસ કેરી ₹2000થી ₹7000, બદામ કેરી ₹100થી ₹1200, રાજાપુરી કેરી ₹1800થી ₹2400, કેસર કેરી ₹1000થી ₹3400 અને કાચી કેરી ₹380થી ₹1000ના ભાવે વેચાઈ હતી.

 

આવકની વિગતો મુજબ આજે ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 448 બોક્સ, હાફુસ કેરીના 323 બોક્સ, રાજાપુરી કેરીના 5 બોક્સ અને કેસર કેરીના 12,969 બોક્સની આવક થઈ હતી. કેસર કેરીની બમ્પર આવકને કારણે યાર્ડમાં કેરીની સુગંધ અને વેપારીઓની ભારે ચહલપહલ જોવા મળી હતી. હાફુસ કેરીના ભાવ ઊંચા રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

(4:04 PM IST)