<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

જસદણ ગુંદાળા ગામ નજીક ડેમમાં 2 યુવકો ડૂબ્યા :એકનું મોત :એકને બચાવી લેવાયો :10 યુવક નાહવા ગયા હતા

પાલિકા દ્વારા સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કઢાવ્યો:આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

રાજકોટના જસદણ ગુંદાળા ગામ નજીક બે યુવક ડેમમાં ડૂબ્યા છે. ગુંદાળા ગામા નજીક ડેમમાં કુલ 10 યુવક ગયા હતા નાહવા. એક યુવકનું પાણીમાં ડૂબી જતા મોત થયું છે. અન્ય યુવકને સ્થાનિકોએ બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પાલિકા દ્વારા સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કઢાવ્યો. આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. મૃતકના પરિવાર અંગે તપાસ શરૂ કરી છે.

(6:19 PM IST)