<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

માણાવદર તાલુકા પંચાયતની કોયલાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે મેન્ડેટના ખાનામાં કોંગ્રેસને બદલે ભાજપ લખ્યું- ઉમેદવારી રદ થઇ

-હવે કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને આપ વચ્ચે જામશે ચૂંટણી જંગ.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા પંચાયતની કોયલાણા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. નીતાબેન જેન્તીભાઈ મગરાનું ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મમાં ભાજપા લખ્યું હતું મેન્ડેટ કોંગ્રેસનો રજૂ કર્યો હતો. ટેકનિકલ કારણોસર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે. કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામશે 

(7:12 PM IST)