તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Tuesday, 14th April 2026
ધોરાજીનાં ઓમનગર પાસેનાં નવાં વિકસીત વિસ્તારમાં લાઈટ, પાણી, રોડ રસ્તાની સુવિધા આપવા લોકમાંગ

ધોરાજીઃ ભુખી રોડ પાણી ટાંકા પાછળ ઓમનગર પાસેનાં નવા વિકસિત રહેણાંક વિસ્તારોમાં જાહેર સ્ટ્રીટ લાઈટ, પીવાનાં પાણીની લાઈન, રોડ રસ્તાની સુવિધાઓ ન હોવાથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર વાહકોને સ્થાનીક લોકો એ અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દાવરા ભુખી રોડ પાણી ટાંકા પાછળ ઓમ નગર પાસેનાં નવા વિકસિત રહેણાંક વિસ્તારોમાં જાહેર સ્ટ્રીટ લાઈટ, પીવાનાં પાણીની લાઈન, રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકોમાં રોષ વ્યાપી ગયેલ છે સમસ્યાઓ હલ કરવા લોક ફરીયાદો ઉઠવા પામી છે. ધોરાજી નગરપાલિકા દ્વારા નવા વિકસિત રહેણાંક વિસ્તારમાં લાઈટ પાણી રોડ રસ્તાની સૂવિધાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરાય છે.(તસવીરઃ કિશોર રાઠોડ)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
