News of Tuesday, 14th April 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ભવ્યતાથી ઉજવણી
ગામે-ગામ શોભાયાત્રાઃ પ્રતિમાને પુષ્પહાર, વ્યાખ્યાન, પ્રસાદ સહિતના કાર્યક્રમો

જસદણમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી તે નજરે પડે છે.(૨.૯)
રાજકોટ તા.૧૪: આજે રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ભવ્યતાથી ઉજવણી થઇ રહી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જુનાગઢ શહેરમાં આજે સવારથી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે સમરસતા રેલી, શોભાયાત્રા, પ્રતિમાને પુષ્પહાર, વ્યાખ્યાન, પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આંબેડકર જયંતી પ્રસંગે જૂનાગઢમાં દિવસભર વિવિધ સંગઠનો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
કાળવા ચોક ખાતે આવેલ આંબેડકરની પ્રતિમાને સવારે હારતોરા કરવામાં આવ્યા હતા. કેવડાવાડી ડો. આંબેડકર છાત્રાલયથી શોભાયાત્રા યોજાઈ હતી. આ સાથે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં ‘ડો. આંબેડકર એક વિચારધારા' વિષય અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે.
મધુરમ, આંબેડકરનગર, ઝાંઝરડા, બિલખા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં સેવાકીય કાર્યો થશે. બપોરે વિવિધ વિસ્તારોમાંથી ‘‘જય ભીમ''ના નાદ સાથે સ્કૂટર રેલી નીકળશે. સવારથી સાંજ સુધી કાળવા ચોકમાં આવેલ ડો. બાબા સાહેબ સંગઠનો દ્વારા હારતોરા કરવામાં આંબેડકરની પ્રતિમાને વિવિધ આવશે. આંબેડકર જયંતી નિમિત્તે કાયદો વ્યવસ્થા તથા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે કાળવા ચોકમાં ડીવાયએસપી, પીઆઈ. પીએસઆઇ, જીઆરડી, ટ્રાફિક સહિત ૧૩૫ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા છે.
જસદણ
(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણઃ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની આજે ૧૩૫મી જન્મજયંતિ છે. ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર છૂત અને અછૂતની માન્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો.
આંબેડકર જયંતિના અવસર પર સમગ્ર દેશ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આંબેડકર જયંતી પર દરેક નાગરિકોને શુભેચ્છા અને શુભકામનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે બાબા સાહેબે લાખો ગરીબ અને સમાજના હાંસિયા પર ઉભેલા શોષિત લોકોને આશા આપી. આપણા સંવિધાનના નિર્માણ અંગે દેશવાસીઓને એકજુટ બનાવ્યા તેમનાં ઋણી રહેશું આજના અવસરે દરેક નાગરિકોને શુભકામના પાઠવી છે.(
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
