<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

થાનગઢઃ ખુલ્લી જગ્‍યામાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયો

વઢવાણ :..  થાનગઢ પટેલ સોસાયટી પાસે આવેલ ખુલ્લી જગ્‍યામાં ભારતીય બનાવટ નો પરપ્રાંતીય દારૂ અને બિયરના ટીન થાનગઢ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્‍યા છે. દારૂ બિયર ટીન અને ચપલા નંગ ૧,૦૦૬ જપ્ત કરવામાં આવ્‍યા છે  હુન્‍ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર તેમજ કાળા કલરનું એકટીવા તેમાં ઇંગલિશ દારૂનો જથ્‍થો મોકલનાર તથા મંગાવનાર અને સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે અને ૯.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે. 

(11:15 AM IST)