<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ચામુંડા માતાના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા બારૈયા શાખના કોળી સમાજે દાઠા પોલીસ સામે ધરણા કર્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪: દાઠા પોલીસ મથક નીચે આવતા જાદપર ટીમ્‍બો તરીકે ઓળખાતા વિસ્‍તારમાં ચામુંડા માતાનું મંદિર જિલ્લામાં બહુમત કોળી સમાજના

બારૈયા શાખ ના પરિવાર જનોએ બનાવેલ છે.અહીં મંદિરે ભક્‍તો દ્વારા માતાજી ને ચડાવેલ ચાંદી ના આભૂષણો મોટા જથ્‍થામાં હતા.તસ્‍કરો ચોરી કરી ને લઈ ગયા બાદ રૂ.૫ લાખ ની કિંમત ના આભૂષણો ની ચોરી થયા ની અને મંદિર ના સીસીટીવી કેમેરામાં તસ્‍કરો કેદ થયાની ફરિયાદ દાઠા પોલીસ મથકે દોઢેક મહિના અગાઉ કરવામાં આવી હતી. એ તસ્‍કરો આજ સુધી નહીં પકડાતા દાખવ્‍યા ની વિચારધારા સાથે મંદિરના પ્રમુખ ટ્રસ્‍ટી વિજયભાઈ બારૈયા ની આગેવાની મા મંદિરે થી બાઇક રેલીયોજી ને દાઠા પોલીસ મથકે પહોંચી ઘરણાં યોજ્‍યા હતા.

વિજયભાઈ બારૈયા એ જણાવ્‍યું હતુ કે બે કલાક જેટલો સમય અમો પોલીસ સ્‍ટેશન ખાતે બેઠા હતા જેને લઈ પોલીસ એ હકારાત્‍મક વલણ દાખવતા અમોએ ધરણાં સમેટી લીધાહતા.એક મહિના નું અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.

તેઓએ ઉમેર્યું હતુંકે મંદિર માટે સરકારી પડતર જમીનની ૧૯૯૯ થી માગણી કરી રહ્યા છીએ. બાદ આંદોલનાત્‍મક મૂડ અપનાવતા ૨૦૧૭ની સાલથી સરકારી કચેરીઓ દ્વારા કાર્યવાહી ચાલી. જંત્રીનો ભાવપણ સરકાર દ્વારા જણાવવામા આવ્‍યો. અમોએ સોગંદનામું કરી સરકારે કહ્યા મુજબ કાર્યવાહી પણ કરી.રૂપિયા ભરવા માટે પણ તૈયારી દર્શાવી.વર્ષોવીતી ગયા છતાંય આજ સુધી તે બાબતે નક્કર પરિણામ મળેલ નથી તેથી પોલીસ ની સાથે તળાજા ડે. કલેક્‍ટર ને પણ આ જમીન રેગ્‍યુલાઈઝ કરવા માટે આવેદનપત્રની નકલ મોકલેલ છે.

તસ્‍કરોને પકડવા ખાસ ટીમની રચનાઃ પોલીસ

દાઠા પોલીસ સ્‍ટેશનના પો.ઇ રેવર એ બારૈયા પરિવારના ધરણાંને લઈ જણાવ્‍યું હતુ કે આ બાબતે ઉચ્‍ચ અધિકારીઓ સાથે તાત્‍કાલિક વાત કરી છે.તેના ફળ સ્‍વરૂપે એલ.સી.બી પો.સ.ઇ વાઢેર તથા સ્‍ટાફના પાંચ વ્‍યક્‍તિની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરશે.

(1:23 PM IST)