તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા મહામંત્રી અને પાટડી પાલિકાના કોંગ્રેસના ૧૦ ઉમેદવારો ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ અત્યંત દયનિય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૪: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસ તૂટતી નજરે પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિક્રમ રબારી સહિતના આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને ભાજપમાં જોડાઈ ગયા છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ફરી ગરમાયુ છે અને સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વિક્રમ રબારી પોતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે ઉપરાંત સવલાસ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી ચૂંટણી પણ લડવાના હતા અને કોંગ્રેસે તેમને ટિકિટ પણ આપી હતી ફોર્મ પણ ભર્યું હતું અને મેન્ડેડ પણ આપ્યું હતું ત્યારે છેલ્લી ઘડીએ સુરેન્દ્રનગર કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારી સહિતના આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે.
આ ઉપરાંત નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા અને કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવેલા વોર્ડ નંબર એકના ત્રણ ઉમેદવાર વોર્ડ નંબર ૨ ના બે ઉમેદવાર વોર્ડ નંબર ચારના એક ઉમેદવાર વોર્ડ નંબર એકના અને વોર્ડ નંબર છ ના ઉમેદવાર પણ ભાજપમાં ભળી ગયા છે.
પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીના અંગત ગણાતા અને ચૂંટણીમાં તમામ પ્રકારની જવાબદારી સ્વીકારનાર વિક્રમ રબારીએ જ કેસરિયા ધારણ કરતા હાલમાં રાજકારણ ગરમાયુ છે અને પ્રાથમિક તબક્કામાં કોંગ્રેસ તૂટી રહી છે અને પાટડીમાં પણ કોંગ્રેસ તૂટી અને નગરપાલિકાના ૧૦ ઉમેદવારોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
કોંગ્રેસ માંથી રાજીનામા આપી ભાજપમાં આવેલ કાર્યકરો અને નેતાના નામની યાદી નીચે મુજબ છે.
વિક્રમ રબારી, હંસાબેન દેવીપૂજક, રણછોડ પંચાસરા, ચતુર ઠાકોર, મેઘાબેન ખટાણા, મંદાબેન પટેલ, નાગરાજ ખાભલાં, આશા પનારા, કિરીટ સાવડીયા, હર્ષદ ઠક્કર.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
