<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો ઉનાળોઃ તાપમાન ૪૦ ડીગ્રીને પાર

બપોરનાં સમયે અસહ્ય ઉકળાટથી રસ્‍તાઓ સુમસામઃ આખો દિવસ ધોમધખતો તાપ

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર થઇ ગયું છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. માવઠા બાદ સુરેન્‍દ્રનગરમાં ફરી ગરમી નો પારો ઉચકાયો છે સુરેન્‍દ્રનગરમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે સુરેન્‍દ્રનગર શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી નજીક પહોંચી ગયો છે જેને લઇને બપોરના સમયે સુરેન્‍દ્રનગર શહેરના મુખ્‍ય માર્ગો સુમસામ નજરે પડ્‍યા છે અંગ ગજાડતી ગરમીને લઈ અને લોકો વધુ પડતું બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્‍યારે બપોરના સમયે સુરેન્‍દ્રનગર શહેરના રોડ રસ્‍તા અને હાઇવે સૂમસામ નજરે પડ્‍યા છે માવઠા બાદ અચાનક વાતાવરણમાં ગરમીનું ઙ્કમાણ વધતાં શહેરીજનો ને પણ ગરમીની અસર જોવા મળી રહી છે.

સુરેન્‍દ્રનગર નુ તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચી જતા મુખ્‍ય માર્ગો પણ સૂમસામ નજરે પડ્‍યા હતા અને લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય તે પ્રકારનો ઘાટ સુરેન્‍દ્રનગરમાં સર્જાયો હતો હજુ પણ અગામી દિવસોમાં વધુ ગરમી પડશે ત્‍યારે ગરમીથી બચવા અને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :..  જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલી માહિતી મુજબ આજે તા. ૧૪-૦૪-૨૦૨૬ના રોજ શહેરનું લઘુત્તમ તાપમાન ૨૬.૫જી સેલ્‍સિયસ અને મહત્તમ તાપમાન ૩૮જી સેલ્‍સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું, જ્‍યારે પવનની ગતિ ૧૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. 

(1:23 PM IST)