News of Tuesday, 14th April 2026
ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી પંચને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા
કલાણા સીટના કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના ઉમેદવારી પત્ર અંગે વાંધો ઉઠાવ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૪: ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કલાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિમિષા ચાવડા એ ભાજપ ના ઉમેદવાર કિરણ ટાંક ના ઉમેદવારી ફોર્મ માં ઉમેદવારની સામે વાંધો ઉઠાવ્યો હતો અને જેમાં ઉમેદવારની સહી ના હોવાનો વાંધો રજૂ કર્યો હતો તેમજ ભાજપ ના ઉમેદવાર કિરણ ટાંક નું ફોર્મ રદ કરવા માંગ કરી હતી અને ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ મંજૂર કરી દેવાતા કોંગ્રેસ એ ચૂંટણી અધિકારી પર સવાલ ઉઠાવ્યા હતા.
ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ અને કર્મચારીઓ એ કર્મચારી રહ્યા નથી પરંતુ કમલમમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હોય તે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. કલાણા બેઠકના ઉમેદવારના ફોર્મ ની અંદર ઉમેદવારની સહી ન હોય તારીખ લખી ન હોય સ્થળ લખ્યું ન હોય સહિત અનેક ક્ષતિઓ હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોય અને ફોર્મમાં નક્કર પુરાવા જોવા મળતા હોય તેમ છતાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવે ત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ચૂંટણી પંચના અધિકારી કર્મચારી ભારતીય જનતા પક્ષના કાર્યકર હોય તે રીતે પક્ષપાત પૂર્વક કામગીરી કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો.
જોકે આ બાબતે કોંગ્રેસ દ્વારા લેખિત વાંધો રજૂ કરી ઉમેદવારી ફોર્મ રદ કરવા બાબતે માંગ કરવામાં આવી હતી
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
