News of Friday, 5th June 2026
જામનગર રાજકોટ હાઇવે પર જાંબુડા નજીક હોલીડે વોટર પાર્કમાં ડૂબી જવાથી સાત વર્ષના માસુમ બાળકનું કમકમાટીભર્યું મોત
વ્હાલસોયા દીકરાનું મોત થતા પરિવારમાં ભારે આક્રાંદ :બેફામ ફી લઈ વોટરપાર્ક ના નામે ધીકતો ધંધો કરતા લોકો સામે તંત્ર ક્યારે આંખ લાલ કરશે?

જામનગર રાજકોટ હાઇવે પર જાંબુડા નજીક આવેલ હોલીડે વોટર પાર્કમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું છે. 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજતા વોટરપાર્કમાં જરૂરી તકેદારીના પગલાં ન રખાતા દુર્ઘટના ઘટી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. હર્ષ કિરીટ પરમાર નામના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. વ્હાલસોયા દીકરાનું મોત થતા પરિવારમાં પણ આક્રાંદ છે ત્યારે બેફામ ફી લઈ વોટરપાર્ક ના નામે ધીકતો ધંધો કરતા લોકો સામે તંત્ર ક્યારે આંખ લાલ કરશે? તે જોવું રહ્યું. આ સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા વોટરપાર્ક ખાતે એકત્ર થઈ ગયા હતા અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત(સવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
