<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

પોરબંદરની પોર્ટ જેટી ઉપર એટેકનું કાવતરૂ નિષ્‍ફળ બનાવતી સુરક્ષા એજન્‍સીઓ

સુરક્ષા ચકાસણીની સફળ મોક ડ્રીલઃ પોલીસ કંટ્રોલરૂમમાં લોન્‍ગ મેસેજ બાદ એસઓજી એલસીબી તથા સાયબર પોલીસે ઇન્‍ટેલીજન્‍સ એજન્‍સીઓ સાથે નાકાબંધી કરીઃ વોચ દરમ્‍યાન નંબર પ્‍લેટ વિનાની કારને રોકી રેડફોર્સ ટીમને આબાદ ઝડપી લીધી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬: પોર્ટની જેટીને એટેક કરીને ઉડાડી દેવાનું કાવતરૂ સુરક્ષા એજન્‍સીઓ નિષ્‍ફળ બનાવીને મોક ડ્રીલમાં સુરક્ષા જવાનોએ સતર્કતા અને સલામતીની ખાતરી સાબતી કરી આપી હતી.

હાર્બર મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વેધર પોર્ટ જેટી પર વાઇટલ ઇન્‍સ્‍ટોલેશન મોકડ્રીલ આયોજન અનુસંધાને જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા વેધર પોર્ટ જેટી પર ઉપર આવા આતંકવાદીઓ લેન્‍ડ ન થાય તેમજ પોલીસનો તાત્‍કાલીક રીસ્‍પોન્‍સ બાબતે મોકડ્રીલનું આયોજન કરવા સુચના આપેલ.

જે અન્‍વયે પોરબંદર ગ્રામ્‍યના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરજીત મહેડુ, દ્વારા આ બાબતે આપેલ સુચના અન્‍વયે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા લોગ મેસેજ થી જણાવવામાં આવેલ કે હાર્બર મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વેધર પોર્ટ જેટી ખાતે લેન્‍ડ થઇ ગયેલ હોય અને ઓલ વેધર પોર્ટ જેટી ઉપર એટેક કરવાની હોય યોજના ખુલ્‍યું હતું જેથી તાત્‍કાલીક એસ. ઓ. જી. શાખા, એસ. સી. બી., કમલાબાગ ઉદ્યોગનગર સાયબર પોલીસ સ્‍ટેશન તથા બી. ડી. ડી. એસ. કયુ. આર. ટી. સ્‍ટાફના માણસો તેમજ તમામ સીકયુરીટી અને ઇન્‍ટેલીજન્‍સ એજન્‍સીઓ સાથે વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવેલ.

આ સુરક્ષણ ઓપરેશન દરમ્‍યાન એક બ્‍લેક કરલની નંબર પ્‍લેટ વગરની ટોયોટા અર્બન ક્રુઝર કાર આવતા તેને પોલીસ ટીમના સતર્કતાના કારણે રેડ ફોર્સ ટીમને પકડી પાડેલ આ ટીમમાં પોલીસ અધિક્ષક શ્રી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગ્રામ્‍યનાઓ તથા તમામ સીકયુરીટી અને ઇન્‍ટેલીજન્‍સ એજન્‍સીઓ હાજર રહેલ હતાં.

(12:00 PM IST)